ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર સરદાર સરોવર છે.
સરદાર સરોવર વિશે
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની નજીક આવેલા નવાગામ પાસે સરદાર સરોવર યોજના અંતર્ગત સરદાર સરોવર ડેમ નર્મદા નદી પર બાંધવામાં આવ્યો છે.
નર્મદા નદી પર બંધ બાંધવાનું સપનું સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલે સેવ્યું હતું.
5 એપ્રિલ, 1961ના રોજ પંડિત જવાહરલાલ નેહરુના વરદ હસ્તે સરદાર સરોવરનો શીલાન્યાસ કરવામાં આવ્યો.
જૂન 2014 સુધી આ બંધની ઊંચાઈ 121.92 મીટર હતી જેને વધારીને 138.68 મીટર (455 ફૂટ) સુધીની અંતિમ ઊંચાઈએ લઈ જવામાં આવી. અહીં, પાણીના નિકાલ માટે 17 થી 20 મીટર પહોળાઈના 30 દરવાજા રાખવામા આવ્યા છે.
આ બંધ પર 1450 મેગાવોટનું જળ વિદ્યુત મથક સ્થાપવામાં આવ્યું છે. અહીં, 138.68 મીટરની જળ સપાટીની ક્ષમતા ધરાવતી આ સરદાર સરોવર યોજનાનો લાભ ત્રણ રાજ્યો ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ ને મળે છે.
આ પણ વાંચો :
- ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે?
- ભારતમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે?
- સિંધુ સંસ્કૃતિનો અંત કેવી રીતે થયો?