ખેતીના પ્રકારો | Kheti na prakar in Gujarati 

kheti na prakar in gujarati : અહીં ખેતીના વિવિધ પ્રકારોના નામ અને તેના સંબધિત મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

Kheti na prakar in Gujarati  

ભારતમાં ખેતીના મુખ્યત્વે પાંચ પ્રકાર જોવા મળે છે. જેના નામ અને માહિતી નીચે આપેલી છે.

જીવન નિર્વાહ ખેતી

>> ભારત દેશ 1947માં આઝાદ થયો હોવા છતાં હજુ ખેડૂતોની પરિસ્થિતી દયનીય છે.

>> ભારતના મોટા ભાગના ખેડૂતો જીવન નિર્વાહ ખેતી સાથે સંકળાયેલા છે.

સૂકી ખેતી

>> જ્યાં 75 સેમી કરતાં ઓછો વરસાદ અને સિંચાઇની સગવડ ઓછી હોય તેવા વિસ્તારમાં જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવાય છે.

>> આ વિસ્તારમાં વધુ પાણીની જરૂયરિયાતવાળા પાક ઉગાડવામાં આવે છે.

>> પાક : જુવાર, બાજરી, શણ, કઠોળ

આદ્રખેતી (ભીની ખેતી)

>> જયા વધુ વરસાદ હોય અને સિંચાઇ સગવડ વધુ હોય ત્યાં આ ખેતી થાય છે.

>> પાક : શેરડી, કપાસ, શાકભાજી, ડાંગર, ઘઉં

સ્થળાંતરીત ખેતી

>> જંગલના વૃક્ષો કાપીને અથવા સળગાવીને ખેતી કરવામાં આવે છે. જેમાં બે અથવા ત્રણ વર્ષ ખેતી થાય છે. ત્યાર બાદ બીજી જમીન શોધવામાં આવે છે.

આ ખેતીને વિવિધ પ્રદેશોમાં અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે.

>> આસામ, મેઘાલય મિઝોરમ, નાગાલેન્ડ ‘ઝુમ ખેતી’ તરીકે ઓળખવામાં આવે છે.

>> મણિપુરમાં ‘પામલુ’કહેવાય છે.

>> છત્તીસગઢ અને અંદામાન નિકોબાર દ્વીપમાં ‘દીપા’ ના નામે ઓળખાય છે.  

બાગાયતી ખેતી

>> વધુ મૂડી રોકાણ, તકનીકી જ્ઞાન, કુશળતા, યંત્રો, સિંચાઇ ની સગવડ, પરિવહનની પૂરી સુવિધા આ ખેતીમાં જોઈએ છે.

>> ઉદાહરણ : ચા, રબર, કોફી, નાળિયેર, સફરજન, સંતરા, મોસબી, કેરી, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક

સઘન ખેતી

>> આધુનિક પદ્ધતિ, જંતુનાશક દવાઓ અને ટેકનિકલ યંત્રો દ્વારા આ ખેતી થાય છે.

>> આ ખેતીનો મુખ્ય ઉદેશ્ય વ્યાપાર હોવાથી તેને વ્યાપારી ખેતી કહેવાય છે.

Read more

👉 ગુજરાતની જમીનના પ્રકાર
👉 ગુજરાતમાં ખેતી
👉 ભારતની જમીનના પ્રકાર
👉 ભારતની બહુહેતુક યોજના
👉 ગુજરાતમાં આવેલા મુખ્ય બંધ

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment