પૂરુંનામ : | Prasad (Pilgrimage Rejuvenation and spiritual Augmentation Drive) |
શરૂઆત : | વર્ષ 2014-15 |
મંત્રાલય : | પ્રવાસન મંત્રાલય |
ઉદ્દેશ્ય :
01). ધાર્મિક પ્રવસાનની દ્રષ્ટિથી મહત્વપૂર્ણ સ્થળોનો વિકાસ સતત, યોજનાબદ્ધ અને પ્રમુખતાથી કરવો. તેમાં ધાર્મિક પ્રવસાન સ્થળોનું સૌંદર્યીકરણ કરવામાં આવશે.
02). આ યોજનાથી ધાર્મિક પ્રવસાન સ્થળો ખાતે આધારભૂત માળખાનો વિકાસ થશે અને સુવિધાઓમા વધારો થશે.
03). ધાર્મિક પ્રવસાન સ્થળો પર ટકાઉ પરિવહન, લાઇટિંગ માટે નવીનીકરણ ઉર્જાસ્ત્રોતનો ઉપયોગ, પીવાનું પાણી, પાર્કિંગ, શૌચાલય, કાફે ઇન્ટરનેટ સુવિધા વગેરેનો વિકાસ કરવામાં આવશે.
04). યાત્રાધામ પ્રવાસનનો રોજગાર અને આર્થિક વિકાસ માટે ઉપયોગ કરવો.
પ્રસાદ યોજના ની અન્ય માહિતી
તે કેન્દ્રય ક્ષેત્રની યોજના છે.
આ યોજનાનો હેતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ જેવા કે એન્ટ્રી પોઈન્ટ (રોડ, રેલ અને પાણી), લાસ્ટ માઈલ કનેકટીવિટી, મૂળભૂત પ્રવાસન સુવિધાઓ જેવી કે માહિતી કેન્દ્રો. ATM, મની એક્ચચેન્જ, ઇકો-ફ્રેંડલી પરિવન દ્વારા કરવાનો છે.
જાહેર કાર્યો માટે કેન્દ્ર સરકાર દ્વારા 100% ફડિંગ આપવામાં આવે છે.
પ્રોજેકટ દ્વારા સુધારેલી ટકાઉતા માટે NPP (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ) અને CSR (Corporate Social Responsibility) ને સામેલ કરવાના પ્રયાસો કરાશે.
આ યોજના હેઠળ 25 રાજ્યોના 46 ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતનાં દ્વારકા, સોમનાથ મંદિર અને અંબાજીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :
Prasad Yojana In Gujarati : પ્રસાદ યોજના વિશે આપેલ આ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.