Join our WhatsApp group : click here

ભારતના પરમાણુ કાર્યક્રમના જનક રાજા રમન્ના નો પરિચય | Raja ramanna in Gujarati

Raja ramanna in Gujarati : અહીં ભારતના પરમાણુ કાર્યક્રમના જનક એવા રાજા રમન્નાનો સામાન્ય પરિચય આપવામાં આવ્યો છે.

Raja ramanna in Gujarati

ભારતના પરમાણુ વૈજ્ઞાનિક રાજા રમન્નાનો જન્મ 28 જાન્યુઆરી, 1925ના રોજ મૈસુર રાજ્ય (હાલમાં કર્ણાટક) ના તુમકુરમાં તીપ્તુર ખાતે થયો હતો. તેમણે ‘ભારતના પરમાણુ કાર્યક્રમના જનક’ માનવમાં આવે છે.

રાજા રમન્ના વર્ષ 1956માં ભારતના પ્રથમ પરમાણુ રિસર્ચ રીએકટર ‘અપ્સરા’ ના સંચાલન કરનાર શોધકર્તાઓની ટીમમાં પણ સામેલ હતા. તેઓ વર્ષ 1964માં ભારતના પરમાણુ કાર્યક્રમમાં સામેલ થયા હતા અને ખ્યાતનામ પરમાણુ વૈજ્ઞાનિક ‘હોમી જહાંગીર ભાભા’ ના નેતૃત્વમાં કાર્ય કર્યું હતું.

હોમી જહાંગીર ભાભાનું નિધન થતાં તેઓ વર્ષ 1967માં પરમાણુ કાર્યક્રમના નિર્દેશક બન્યા હતા અને લગભગ ચાર દાયકા સુધી ભારતના પરમાણુ કાર્યક્રમોનું સંચાલન કર્યું હતું.

પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં ભારતે પ્રથમ સફળ પરમાણુ પરીક્ષણ 18 મે, 1974માં ડો. રાજા રમન્નાના નિરીક્ષણમાં રાજસ્થાનના પોખરણ ખાતે કર્યું હતું. આ દિવસે બુદ્ધ જયંતિ હોવાથી તેને ‘ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા’ નામ આપવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં ગુજરાતી વૈજ્ઞાનિક હોમી શેઠનાએ મહત્વનું યોગદાન આપ્યું હતું.

ભારતે બીજું સફળ પરીક્ષણ 11 થી 13 મે, 1998 દરમિયાન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને ડો. અબ્દુલ કલામના નેતૃત્વમાં રાજસ્થાનના પોખરણ ખાતે કર્યું હતું. જેનું નામ ‘ઓપરેશન શક્તિ’ આપવામાં આવ્યું હતું. ત્યારથી દર વર્ષે   11 મે ને ‘રાષ્ટ્રીય ટેક્નોલૉજી દિવસ ‘ તરીકે ઉજવવામાં આવે છે. 

તેઓએ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના ડાયરેકટર (1972-78, 1981-83), સંરક્ષણ મંત્રાલયના વૈજ્ઞાનિક સલાહકાર (1978-81), DRDOના મહાનિર્દેશક અને એટોમિક એનર્જી કમિશનના ચેરમેન તરીકે સેવા આપી હતી.

તેઓ વર્ષ 1984માં IAEA (આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા સંસ્થા)માં જોડાયા અને IAEA ના 30માં અધિવેશનના અધ્યક્ષ પણ રહ્યા હતા.

પશ્ચિમી સંગીત અને સભ્યતામાં તેમણે રુચિ અને ઉત્સાહ જીવનભર રહ્યો હતો. તેઓએ ભારત અને વિદેશમાં ઘણા સંગીત કાર્યક્રમોમાં પરંપરાગત યુરોપીયન સંગીતનું પ્રદર્શન કર્યું હતું. તેઓ વર્ષ 1990માં વી.પી. સિંહની સરકારમાં સુરક્ષા રાજ્યમંત્રીના પદ પર રહ્યા હતા.

તેમણે સંગીત ઉપર ‘The structure of music in raga and western systems’ (1993) નામનું પુસ્તક લખ્યું હતું. તેમણે વર્ષ 1991માં ‘Years of pilgrimage’ નામે આત્મકથા લખી હતી.

તેઓએ બેંગ્લોર ખાતે ‘સ્કૂલ ઓફ મ્યુઝિક’ ની સ્થાપનામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેઓ વર્ષ 1997-2003 દરમિયાન રાજ્યસભાના સભ્ય રહ્યા હતા.

રાજા રમન્ના સેન્ટર ફોર એડવાન્સ ટેકનૉલોજિ -ઈન્દોર (મધ્યપ્રદેશ) ખાતે આવેલી છે.

રાષ્ટ્ર માટે કરેલા તેમના કાર્યો માટે તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી (1968), પદ્મ ભુષણ (1973) અને પદ્મ વિભૂષણ (1975) થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને ‘શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર’ (1963) આપવામાં આવ્યો હતો.

તેમનું નિધન 24 સપ્ટેમ્બર, 2004ના રોજ મુંબઈ ખાતે થયું હતું.      

આ પણ વાંચો :

Raja ramanna in Gujarati : અહીં આપેલ ભારતના પરમાણુ કાર્યક્રમના જનક રાજા રમન્નાનો પરિચય તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!