જેઠવા વંશનો ઇતિહાસ | Jethva vansh in Gujarat

અહીં ગુજરાતના જેઠવા વંશનો ઇતિહાસ આપવામાં આવ્યો છે. જેમાં તેના ઇતિહાસની સાથે તેની વંશાવલી પણ આપવામાં આવી છે. આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે.

Jethva vansh in Gujarat

>> સોલંકીકાળમાં ઇ.સ 989માં ધૂમલી ઉપર જેઠવા વંશના બાષ્કલદેવના શાસનનો ઉલ્લેખ મળે છે.

>> તે સમયે જેઠવાઓનું રાજય ‘જયેષ્ટુક દેશ’ તરીકે ઓળખાતો હતો.

>> જેઠવા વંશના રાણા નાગજી બીજાએ રાજયનો વિસ્તાર કર્યો હતો. .

>> આ રાજવંશની મુખ્ય માહિતી તથા વંશાવલી રાણા સંઘજીના સમયથી મળી આવે છે.

>> ઇ.સ 1120-1150 દરમિયાન રાણા સંઘજી રાજગાદીએ રહ્યા હતા.

>> ઇ.સ 1172માં રાણા ભાણોજી જેઠવા રાજવંશની ગાદીએ આવે છે.

>> રાણા ભાણોજી જેઠવાએ માંગરોળમાં 1800 દીકરીઓનું કન્યાદાન કર્યું હતું.

>> રાણા મહેરજીના શાસનકાળ દરમિયાન સોરઠના રાજા રા’મહિપાલના સેનાપતી ચુડામણિની આગેવાની હેઠળ માંગરોળ તથા ચોરવાડના પ્રદેશો પર કબ્જો કરાયો હતો. જે રાણા મહેરજીએ પોતાની કુશળતાથી પાછા જીત્યા હતા.

>> પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામે સિદ્ધેશ્વર મંદિરમાં રાણા શ્રીસિંહના શાસનકાળનો શીલાલેખ મળી આવ્યો છે જેમાં રાણાશ્રી વિક્રમાદિત્યની મુર્તિનો ઉલ્લેખ પ્રાપ્ત છે.

>> જેમાં રાણા વિક્રમાદિત્યને વિકિયોજી તરીકે સુપ્રસિદ્ધ છે.

>> ઇ.સ 1206માં રાણા વિક્રમાદિત્ય (વિકિયોજી)ના પુત્ર વિજયસિંહ રાજગાદીએ આવ્યા.

>> જેઠવા વંશના રાણા ભોજરાજ પ્રથમના સમકાલીન વાઘેલા વંશના આદ્યસ્થાપક વિસળદેવ વાઘેલાના મહામાત્ય નાગડ દ્વારા બાંધવામાં આવેલ શિલાલેખ હાલ પણ પોરબંદરમાં અસ્તિત્વ ધરાવે છે.

>> ધૂમલીમાં ભાણજી જેઠવા દ્વિતીયના શાસનકાળ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારમાં દિલ્હી સલ્તનતની સત્તા સ્થપાઈ હતી.

જેઠવાવંશની વંશાવલી

1). રાણા સંઘજી

2). નાગજી બીજા

3). રાણા ભાણજી

4). રાણા મેહ

5). નાગજી ત્રીજા

6). રાણા વિકિયોજી (વિક્રમાદિત્ય)

7). વિજયસિંહ

8). રાણા ભોજરાજ પ્રથમ

9). રાણા રામદેવ પ્રથમ

10). રાણા ભાણજી પ્રથમ (ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના રાણા ભાણજી પ્રથમ સમયમાં થઈ હતી)

11). જઈતપાલ

12). જસઘલજી

13). સંઘજી ત્રીજા

14). ભાણજી પાંચમા

15). રાણોજી ત્રીજા

16). રામદેવ બીજા

17). ભાણજી છઠ્ઠા

18). ખીમકરણ પ્રથમ

19). વીકમાત ત્રીજા

20). રણોજી ચોથા

21). મેહજી

22). રામજી

23). મહેજી

24). ખીમોજી બીજા

25). રામદેવજી ત્રીજા

26). ભાણજી સાતમા

27). ખીમોજી ત્રીજા 

વધારે ગુજરાતનો ઇતિહાસ વાંચો

👉 ગુજરાતના સિંધુ ખીણની સભ્યતાના સ્થળો
👉 મૈત્રક વંશનો ઇતિહાસ
👉 ચાવડા વંશનો ઇતિહાસ
👉 સોલંકી વંશનો ઇતિહાસ
👉 મહાગુજરાત આંદોલન
Jethva vansh in Gujarat

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment