bharat ma avela suryamandir : અહીં ભારતમાં આવેલા સૂર્યમંદિરો વિશે જાણકારી આપવામાં આવી છે. જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.
ભારતમાં આવેલા સૂર્યમંદિરો
1). મોઢેરાનું સૂર્યમંદિર (ગુજરાત) : આ મંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમના શાસનમાં થયું હતું.
2). કોણાર્કનું સૂર્ય મંદિર (ઓડિશા) : પૂરીના તટ ઉપર આવેલ આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહદેવ પ્રથમના સમયમાં થયું હતું. આ મંદિર નિર્માણમાં કળા ગ્રેનાઈટના પથ્થરોનો ઉપયોગ થયો હોવાથી તેને ‘કાળા પેગોડા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
03). અરસાવલ્લી સૂર્યમંદિર (આંધ્રપ્રદેશ) : આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલ આ મંદિર ‘સૂર્યનારાયણ સ્વામી મંદિર’ તરીકે ઓળખાય છે. અહીં સૂર્યની પ્રતિમા ગ્રેનાઇટમાંથી નિર્મિત છે.
4). માર્તંડ સૂર્યમંદિર (જમ્મુ કશ્મીર) : અનંતનાગ વિસ્તારમાં આવેક આ મંદિરનું નિર્માણ 8મી સદીમાં રાજા લલિતાદિત્યના સમયમાં થયું હતું. આ મદિરમાં નિશ્ચિત અંતરે 84 સ્તંભો આવેલા હતા.
05). ઉનાવ સૂર્યમંદિર (મધ્ય પ્રદેશ) : મધ્ય પ્રદેશના ઉનાવમાં આવેલ આ સૂર્યમંદિરનું નામ ‘બ્રહ્યન્ય દેવમંદિર’ છે.
06). ઝાલાર-પાટણ સૂર્યમંદિર (રાજસ્થાન) : રાજસ્થાનના ઝાલાવાડમાં આવેલ આ મંદિરનું નિર્માણ 10 મી સદીમાં માળવાના પરમાર વંશના શાસકોએ કરાવ્યું હતું.
07). રણકપૂર- સૂર્યમંદિર (રાજસ્થાન) : આ મંદિરનું નિર્માણ નાગર શૈલીમાં સફેદ સંગેમરમરથી થયેલું છે.
08). બેલાઉર સૂર્યમંદિર (બિહાર) : ભોજપૂર જિલ્લામાં આવેલ આ સૂર્યમંદિરનું નિર્માણ રાજા સુબાએ કરાવ્યુ હતું.
09). ઔંગારી સૂર્યમંદિર (બિહાર) : તે નાલંદા ઔંગારી અને બડગામમાં આવેલ દેશનું પ્રસિદ્ધ સૂર્યમંદિર છે.
10). રાચી સૂર્યમંદિર (છત્તીસગઢ) : આ મંદિર સંગેમરમર નિર્મિત છે.
11). કટારમલ સૂર્યમંદિર (ઉત્તરાખંડ) : આ મંદિર ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં કટારમલ નામના સ્થળે આવેલ છે.
આ પણ વાંચો :
4Gujarat.com સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતું ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પોર્ટલ છે. જેમાં તમને દરરોજનું કરંટ અફેસ, તમામ વિષયની Quiz અને pdf, તમામ પરીક્ષાની મોક ટેસ્ટ અને સિલેબસ, જૂના પેપર અને ભારત, ગુજરાત તથા વિશ્વનું જનરલ નોલેજ મળશે.
Really useful.