અહીં ભારતના મંદિર સ્થાપત્ય શૈલી વિશે જાણકારી આપવામાં આવી છે. અહીં દક્ષિણ ભારતમાં મંદિર સ્થાપત્ય ની શૈલી અને ઉત્તર ભારતમાં મંદિર સ્થાપત્ય ની શૈલી શૈલીની જાણકારી આપવામાં આવી છે. આપણે મંદિર સ્થાપત્ય શૈલી વિષે જાણતા પહેલા મંદિર સ્થાપત્યના વિવિધ ભાગ વિશે જાણીશું.
Table of Contents
મંદિર સ્થાપત્યના વિવિધ ભાગ
01). ગર્ભગૃહ : તેમાં મંદિરની મુખ્ય પ્રતિમાને સ્થાપિત કરવામાં આવે છે. ગુજરાતમાં ગર્ભગૃહને ‘ગભરો’ કહે છે.
02). મંડપ : આ સ્થાપત્ય સ્તંભો ઉપર રચાયેલ મોટો હોલ છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ સ્થાન લઈ શકે છે. જેને ‘સભાકક્ષ’ પણ કહે છે.
03). અંતરાલ : ગર્ભગૃહ અને મંદિરના મુખ્ય હોલ (મંડપ)ને જોડનારો ભાગ.
04). પ્રદક્ષિણા પથ : ગર્ભગૃહની ફરતે પ્રદક્ષિણા કરવા માટે બનાવેલ પથ.
05). જાગતી : મંદિરને જમીનથી થોડે ઊંચાઈ પર બનાવવામાં આવે છે. આ ઊંચાઈ ધરાવતાં પ્લેટફોર્મને ‘જાગતી’ કહે છે. સામન્ય રીતે નાગર શૈલી માં રચના જોવા મળે છે.
06). મંડોવર : ગર્ભગૃહની પીઠ તરફની દીવાલનો બહારની તરફનો અલંકૃત ભાગ છે.
07). શિખર : માંડોવરની ઉપર પિરામિડ આકારની રચનાને ‘શિખર’ કહે છે.
08). કળશ : શિખરના સૌથી ટોચના ભાગ પર આવેલી ગોળ કે લંબગોળ રચનાને ‘કળશ’ કહે છે.
09). હોપુરમ : મંદિરની બહાર ભવ્ય પ્રવેશ દ્વાર

મંદિરોની સ્થાપત્ય શૈલી
ભારતના મંદિરી મુખ્ય ત્રણ શૈલી છે.
1). નાગર શૈલી (ઉત્તર ભારતની શૈલી)
2). દ્રવિડ શૈલી ( દક્ષિણ ભારતની શૈલી)
5). બેસર શૈલી (મિશ્રિત શૈલી)
નાગર શૈલી (ઉત્તર ભારતની શૈલી)
ઇ.સ. 5મી સદી બાદ ઉત્તર ભારતમાં મંદિર નિર્માણની જે શૈલી લોકપ્રિય થઈ તે ‘નાગરશૈલી’ તરીકે ઓળખાય છે. નાગર શૈલી ને ઉત્તર ભારતીય શૈલી પણ કહેવાય છે.
નાગર શૈલી ઉત્તર ભારતમાં હિમાલય અને વિંધ્યની વચ્ચેના પ્રદેશમાં પ્રચલિત હોવાનું મનાય છે. બીજા શબ્દોમાં કહીએ તો નાગર શૈલીમાં મંદિર ઉત્તરમાં હિમાલયથી દક્ષિણમાં બીજાપુર જિલ્લા સુધી અને પશ્ચિમમાં પંજાબથી પૂર્વમાં બંગાળ સુધી, ભારતના મોટા ભાગ પર પથરાયેલા છે.
નાગર શૈલીની ઉપશૈલીની ઉપશૈલી : સોલંકી શૈલી, ઓડિશા શૈલી, ખજુરાહો શૈલી, કશ્મીરી શૈલી
વિશેષતા :
1). નાગરશૈલીના મંદિરો જમીનથી ઊંચાઈ ધરાવતાં મંચ પર બનાવવામાં આવે છે.
2). નાગરશૈલીની ઉપશૈલી ખજુરાહો શૈલીના મંદિરના નિર્માણમાં પંચાયતન શૈલીને અનુસરવામાં આવે છે.
3). મુખ્ય દેવતાના મંદિરની સામે સભાકક્ષ (મંડપ) હોય છે.
4). ગર્ભગૃહની ચારેબાજુ છત ધરાવતો પ્રદક્ષિણા પથ હોય છે.
5). મંદિરના પરિસરમાં જાળાશય હોતું નથી.
6). મુખ્ય દેવતાના મંદિર ઉપર પર્વતની ટોચ સમાન શિખર હોય છે. આ શિખરની ટોચ એક લંબગોળાકારયુક્ત રચનામાં સમાપ્ત થાય છે, તેને ‘આમલક’ કહે છે. તથા આમલકની ઉપર રહેલી એક ગોળાકાર રચનાને ‘કળશ’ કહે છે.
7). મંદિર પરિચય ચારેબાજુ દીવાલથી ઘેરાયેલું હોતું નથી અને તેને પ્રવેશદ્વાર પણ હોતો નથી.
8). આ શૈલીમાં પ્રદીક્ષણા પથ ધરાવતાં મંદિરોને ‘સાંન્ધાર’ મંદિર અને પ્રદીક્ષણા પથ નથી હોતા તેને ‘નિરંધાર’ મંદિર કહે છે.
નાગર શૈલીની ઉપશૈલી
ઓડિશા શૈલી, ખજુરાહો શૈલી, સૌલંકી શૈલી અને કાશ્મીરી શૈલી નાગર શૈલીની ઉપશૈલી છે. જેની જાણકારી નીચે આપવામાં આવી છે.
ઓડિશા શૈલી :
ઓડિશાના વિભિન્ન શાસકો (શૈલ, સોમ, પૂર્વી, ગંગ વગેરે) ના સંરક્ષણમાં મંદિર નિર્માણની જે શૈલીનો વિકાસ થયો તેને, ‘ઓડિશા અથવા કલિંગ શૈલી’ તરીકે ઓળખવામાં આવે છે.
ઉદા : કોર્ણાકનું સૂર્યમંદિર, ભુવનેશ્વર લિંગરાજ મંદિર, પુરીનું જગન્નાથ મંદિર
વિશેષતા :
01). મુખ્ય મંદિર ચોરસ હોય છે તથા મંડપ (સભાકક્ષ) ને ‘જગમોહન’ કહે છે.
02). તેમાં શિખરને ‘રેખા દેઉલ’ કહે છે. તે ઉપરની તરફ જતાં અંદરની તરફ ઝૂકે છે. તથા ટોચના ભાગ થોડો વક્રાકાર હોય છે.
03). આ મંદિરોમા નૃત્ય માટે પણ એક અલગ હોલ (નટમંડપ) હોય છે.
04). મંદિર નિર્માણમાં ગ્રેનાઇટ પથ્થરોનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે, આ મંદિરો ચારેબાજુ દીવાલથી ઘેરાયેલું હોય છે.
ખજુરાહો શૈલી :
10-13મી સદીની વચ્ચે બુલેંદખંડ (મધ્ય ભારત) ના ચંદેલ શાસકોના સંરક્ષણમાં વિકસેલી મંદિરનિર્માણની શૈલીને ‘ખજુરાહો અથવા ચંદેલ શૈલી’ તરીકે ઓળખવામાં આવે છે.
આ શૈલીનું શ્રેષ્ઠ ઉદાહરણ ખજુરાહોના મંદિરોનો સમૂહ (મધ્ય પ્રદેશ) છે.
ઉદાહરણ : કંદરિયા મહાદેવનું મંદિર, લક્ષ્મણમંદિર, ગણેશમંદિર…..
વિશેષતા :
01). સામન્ય રીતે મંદિર પૂર્વમુખી અથવા ઉત્તરમુખી હોય છે.
02). મંદિર નિર્માણમાં રેતીયા પથ્થરોનો ઉપયોગ.
03). નાગરશૈલીની ઉપશૈલી ખજુરાહો શૈલીના મંદિરના નિર્માણમાં પંચાયતન શૈલીને અનુસરવામાં આવે છે.
જે મંદિરના મધ્યમાં મુખ્ય દેવતાનું સ્થાન હોય છે અને મંદિરના ચારે ખૂણે અન્ય ગૌણ દેવાતોનું સ્થાન હોય છે તેને પંચાયતન શૈલીના મંદિર કહે છે.
04). મંદિરની અંદરની અને બહારની દીવાલો પર મોટી માત્રામાં બારીક કોતરણીકામ થયેલું છે.
05). મંદિરની નકશીકામ કરેલ મૂર્તિઓ વાત્સ્યાયનની રચના કામસૂત્રથી પ્રેરિત છે.
06). મંદિરના ગર્ભગૃહ પર બનેલ શિખર સૌથી ઊંચું હોય છે. ગર્ભગૃહ સુધી જવા માટે એક નાનો માર્ગ હોય છે. જેને ‘અંતરાલ’ કહે છે.
સૌલંકી શૈલી :
ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગ (ગુજરાત, રાજસ્થાન)માં સોલંકી વંશના શાસકોના સંરક્ષણમાં વિકસેલી મંદિર નિર્માણની શૈલીને ‘સોલંકી શૈલી’ તરીકે ઓળખવામાં આવે છે. તેને ‘મંડોવર શૈલી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ શૈલી હેઠળ હિન્દુ મંદિરોની સાથે જૈન મંદિરોનું નિર્માણ પણ થયું છે.
ઉદા : મોઢેરાનું સૂર્યમંદિર, પાલિતાણાના મંદિર, માઉન્ટ આબુ પર દેલવાડાના દેરાં, સોમન્થ મંદિર, આદિનાથ મંદિર વગેરે
વિશેષતા :
01). મોટાભાગના મંદિરો પૂર્વમુખી હોય છે. મંદિરની મુખ્ય વિશેષતા દીવાલો પર ઉત્કૃષ્ટ કોતરણીકામ અને શિલ્પકળા છે.
02). મંદિરના નિર્માણમાં સંગેમરમર (આરસપહાણ), રેતીયા, પથ્થરો અને કાળા બેસાલ્ટનો ઉપયોગ થાય છે.
03). મંદિર પરિસરમાં સિડીઓ ધરાવતું તળાવ આવેલું છે, જેને ‘સૂર્યકુંડ’ કહે છે.
04). ગર્ભગૃહ, અંદર અને બહાર બંને બાજુ મંડપથી જોડાયેલ હોય છે.
05). મંદિરના પગથિયાં પગ અને મંદિરના ચારે ખૂણે ગૌણ દેવતાનાં મંદિરો સ્થાપિય કરાય છે.
કાશ્મીરી શૈલી :
આ શૈલીમાં બનેલું સુપ્રસિદ્ધ મંદિર છે; માર્તંડ મંદિર, જે સૂર્ય ભગવાનને સમર્પિત છે.
તે કાશ્મીરનાં અનંતનાગ વિસ્તારમાં આવેલું છે. તેનું નિર્માણ 8મી સદીમાં કારકોટા વંશના શાસક લલિતાદિત્ય મુક્તાપીડનાં સમયમાં થયું હતું.
મંદિરમાં આવેલા સ્તંભોને ગોઠવવાની રચના વિશિષ્ટ છે તથા મંદિર સરહદી ક્ષેત્રમાં પહાડોની વચ્ચે સુરક્ષાની દ્રષ્ટિએ બનાવાયું હોય તેવું જણાય છે.
મુખ્ય મંદિરનું શિખર પિરામિડ આકારનું છે.
હાલમાં આ મંદિર જર્જરિત અવસ્થામાં છે.

દ્રવિડ શૈલી ( દક્ષિણ ભારતની શૈલી)
દક્ષિણ ભારતમાં પલ્લવ વંશ બાદ ચોલ વંશના શાસકોના સંરક્ષણમાં મંદિર નિર્માણની જે શૈલી વિકસી તે ‘દ્રવિડ શૈલી’ તરીકે ઓળખાય છે.
આ શૈલીમાં મંદિર પરિસરનું નિર્માણ “પંચાયતન શૈલી” માં થયેલું છે.
મંદિર પરિચરમાં પાણીના કુંડ હોય છે. જેનો ઉપયોગ ધાર્મિક કાર્યો માટે કરવામાં આવે છે.
મંદિરની ચારે બાજુ ઊંચી દીવાલો (પરકોટા) હોય છે.
મંદિરની ચારે તરફ એક વિશાળ પ્રદક્ષિણાપથ હોય છે, જે ઊંચી ચાર દીવાલોથી ઘેરાયેલ હોય છે. તેમાં અમુક અંતરે મંદિરમાં પ્રવેશ માટે ઊંચા સિંહદ્વાર બનેલા હોય છે, જેને ‘ગોપુરમ’ કહેવાય છે.
સભાકક્ષ (હોલ) અને ગર્ભગૃહને જોડતા માર્ગને ‘અંતરાલ’ કહે છે.
ગર્ભગૃહના પ્રવેશદ્વાર પર સજાવટ માટે દ્વારપાળ, યક્ષ, મિથુનની મુર્તિઓ સ્થાપિત હોય છે.
આ શૈલીના મંદિરો પર પિરામિડ આકારના શિખરો વળાંક ધરાવતાં નથી પરંતુ ઉપરની તરફ સીધાં હોય છે. આ શિખરને ‘વિમાન’ કહે છે.
દ્રવિડ શૈલીના મંદિરોમાં ફક્ત મુખ્ય મંદિરની ઉપર શિખર (વિમાન) હોય છે, ગૌણ મંદિરો પર નહીં.
આ પ્રકારના મંદિરો એક રીતે નાનું શહેર કે પ્રસાદ બની ગયા હતા. જેમાં પુરોહિતો માટે આવાસીય ભવનો ઉપરાંત અનેક સ્થાપત્યો આવેલા હતા.
ઉદાહરણ :
તંજોરનું શિવ મંદિર (રાજારાજ પ્રથમ દ્વારા નિર્મિત)
ગંગૈકોંડચોલપૂરમનું શિવમંદિર (રાજેન્દ્ર પ્રથમ દ્વારા નિર્મિત)
વેસર શૈલી
નાગર અને દ્રવિડ શૈલીના સંયોજન સ્વરૂપે ઉદ્દભવેલી સ્થાપત્યશૈલી ‘વેસર શૈલી’ તરીકે ઓળખાય છે.
સાતમી સદીની મધ્યમાં કર્ણાટકના ચાલુક્ય શાસકો દ્વારા મંદિરનિર્માણની વેસર શૈલીને સંરક્ષણ અપાયું. આથી આ શૈલીને ‘કર્ણાટકી શૈલી’ પણ કહે છે.
વેસર શૈલીનો વિસ્તાર વિંધ્યપર્વતમાળા થી કૃષ્ણા નદી સુધી હતો.
આ શૈલીમાં અનેક બ્રહ્મણ અને જૈન મંદિરોનું નિર્માણ થયું.
વેસર શૈલી હેઠળ મંદિર નિર્માણમાં બાદામી અને કલ્યાણીના ચાલુક્ય વંશ, માન્યખેટના રાષ્ટ્રકૂટ વંશ, વારંગલના કાકતીય શાસકો અને દેવગિરિના યાદવોનું યોગદાન છે.
ઉદાહરણ : લડખાં મંદિર (એહોલ), દોડા બસપ્પા મંદિર, બાદામીનાં મંદિર, દુર્ગા મંદિર, મેગુતીનું જૈન મંદિર વગેરે.
વિશેષતા :
01). મંદિરના મુખ્ય બે અંગ છે : વિમાન અને મંડપ
02). મંડપ સપાટ છત ધરાવતાં તથા સ્તંભો પર ટકેલા છે.
03). મંદિરોનાં શિખરોની ઊંચાઇ ઓછી તથા પ્રદક્ષિણા પથ ખુલ્લા છે.
04). દરવાજા, સ્તંભો અને છત પર બારીક કોતરણીકામ કરવામાં આવતું.
05). આ મંદિરોમાં જટિલ કોતરણીકામ, સીડીદાર શિખરો અને મૂર્તિઓ પર દ્રવિડ શૈલીઓ પ્રભાવ જોવા મળે છે, જ્યારે મંદિરોમાં ચોરસ આધાર અને વક્રાકાર શીખરો નાગર શૈલીનો પ્રભાવ દર્શાવે છે.
મંદિરોની અન્ય શૈલીઓ
વિજયનગર શૈલી :
વિજયનગર સામ્રાજ્ય (ઇ.સ. 1335-1565) નાં શાસકો કળા-સંસ્કૃતિનાં મહાન સંરક્ષક હતા.
વિજયનગર સામ્રાજ્યની રાજધાની હમ્પી હતી.
અહીં શાસકોએ દ્રવિડ શૈલીનાં એક સ્થાનિક સ્વરૂપનો વિકાસ કર્યો.
આ શૈલી પર બીજાપૂરની ઇન્ડો-ઈસ્લામિક સ્થાપત્યકળાનો પ્રભાવ હોવાથી સ્થાપત્યોમાં ધર્મનિરપેક્ષ અવધારણા જોવા મળે છે.
ઉ.દા. : લોટસ મહેલ (જેમાં મિનાર અને ગુંબજનો પ્રયોગ)
મુખ્ય વિશેષતાઓ :
01). પરિસરમાં મંદિર સહિત અન્ય પ્રવૃતિ માટેના અનેક ભવનો.
02). વિજયનગર શૈલીનાં ખાસ ભવનો : અમ્માન મઠ અને કલ્યાણ-મંડપ
03). મંદિરનો કેન્દ્રિય મંડપ ‘કલ્યાણ મંડપ’ તરીકે ઓળખાતો.
04). મદિરોની દીવાલો કોતરણીકામ અને ભૌમિતિક આકૃતિઓથી સજાવાતી.
05). મંદિરની ચારેબાજુ ગોપુરમ બનાવવામાં આવતા હતા. વિજયનગરમાં વધારે ઊંચા અને કોતરણીકામ યુક્ત ભવ્ય, અલંકૃત ગોપુરમ બનાવવાની શરૂઆત થઈ. જેને ‘રાયગોપુરમ’ તરીકે ઓળખવામાં આવે છે.
06). આ ગોપુરમો દેવીદેવતાઓની વિશાળ મૂર્તિઓથી અલંકૃત હતા.
નાયક શૈલી :
વિજયનગર સામ્રાજ્યનાં પતન બાદ નાયકોનો ઉદ્ભવ થયો. તેમણે વાસ્તવમાં દ્રવિડ શૈલીની સ્થાપત્યની કલાત્મક પરંપરાઓને જાળવી રાખીને તેને આગળ ધપાવી.
તત્કાલિન સમય (16મી સદીથી 18મી સદી) મંદિર નિર્માણની વિકસિત થયેલી શૈલી ‘નાયક શૈલી’ તરીકે ઓળખાઇ. તેને ‘મદુરાઈ શૈલી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉ.દા. : મદુરાઈનું મીનાક્ષી મંદિર, શ્રીરંગમ મંદિર, ચિદમ્બરમ મંદિર
વિશેષતા :
01). દ્રવિડ શૈલીની બધી જ વિશેષતાઓ ઉપરાંત એક મુખ્ય વિશેષતા મંદિર પરિસર અને ગર્ભગૃહની ચારેબાજુ કોરિડોરનું નિર્માણ થયું. જેને ‘પ્રાકારમ’ કહેવામા આવતું.
02). મંદિરનાં વિભિન્ન ભાગોને એકબીજા સાથે જોડવા માટે છત ધરાવતાં પ્રદક્ષિણા પથ અને મંદિરમાં દરેક જગ્યાએ બારીક કોતરણી કામ.
03). મંદિર પરિસરમાં એક વિશાળ સરોવર જે ‘સ્વર્ણકમળ સરોવર’ તરીકે ઓળખાતું.
04). આ શૈલીમાં ગોપુરમની કળા ઉત્કૃષ્ટ સ્તરે પહોંચી. મંદિર નિર્માણમાં સૌથી ઊંચા ગોપુરમ આ શૈલીમાં બનેલા છે.
હોયસલ શૈલી :
કર્ણાટકનાં મૈસૂર ક્ષેત્રમાં દ્વારસમુદ્રનાં હોયસલોએ 11-14મી સદી દરમિયાન શાસન કર્યું હતું.
તેમના સમયમાં હેલિબેડ, બેલુર, શૃંગેરી જેવા સ્થળોએ મંદિરોનું નિર્માણ થયું હતું.
વિશેષતા :
01). આ મંદિર જટિલ ડિઝાઇન ધારવતા તારાનાં આકારમાં (તારાકીય યોજના)માં બનાવવામાં આવ્યા હતા.
02). મંદિરનિર્માણની મુખ્ય સામગ્રી તરીકે મુલાયમ રેતીય પથ્થરોનો ઉપયોગ.
03). મંદિરો ઊંચી જગતી (ચબૂતરા) પર બનાવવામાં આવતા.
04). મંદિરોની દીવાલો પર મહાભારત, રામાયણ, ભાગવત કથાઓ આધારિત કોતરણીકામ થયેલુ છે તથા સજાવટ માટે મૂર્તિઓનો ઉપયોગ કરાતો હતો.
05). દરેક હોલ (કક્ષ) પર શિખર બનાવવામાં આવ્યા હતા.
06). મંદિરોની દીવાલો અને સીડીઓ ઝીગ-ઝૈગ પેટર્નમાં હતી.
ઉ.દા. : બેલુરમાં ચન્નકેશવ મંદિર, હેલિબેડમાં હોયસલેશ્વર મંદિર
આ પણ વાંચો :