Join our WhatsApp group : click here

ગાંધી યુગના ગુજરાતી સાહિત્યકાર ગિજુભાઈ બધેકા

Gijubhai badheka in Gujarati : ગુજરાતમાં બાળ શિક્ષણનો પાયો નાખનાર સાહિત્યકાર મૂછાળી માં અને બાળકોના બેલી જેવા ઉપનામથી પ્રસિદ્ધ એવા ગાંધી યુગના પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર ગિજુભાઈ બધેકા વિશેની માહિતી અહીં આપવામાં આવી છે.

Gijubhai badheka in Gujarati

જન્મ :15 નવેમ્બર 1885
જન્મ સ્થળ :ચિત્તલ (અમરેલી જિલ્લો)
મૂળનામ :ગિરજાશંકર
પિતાનું નામ :ભગવાનભાઈ બધેકા
માતાનું નામ :કાશીબા
તખલ્લુસ :મૂછાળી માં, વિનોદી, બાળકોના બેલી
મૃત્યુ :23 જૂન 1939 (મુંબઈ)
Gijubhai badheka in Gujarati

>> ગુજરાતમાં બાળ શિક્ષણનો પાયો નાખનાર સાહિત્યકાર ગિજુભાઈ બધેકા છે.

>> ગિજુભાઈ બધેકાની આત્મકથા ‘દીવાસ્વપ્ન’ છે.

>> ગિજુભાઈએ પ્રાથમિક શિક્ષણ વલભીપૂર ખાતે (ભાવનગર જિલ્લો) અને ત્યાર બાદ ભાવનગરમાં પૂર્ણ કર્યું હતું. અને વકીલાતનો અભ્યાસ કરવા તેઓ મુંબઇ ગયા હતા.

>> અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગિજુભાઈએ સુરેન્દ્રનગર ખાતે વકીલાત શરૂ કરી હતી.

>> ‘બાળકનું સ્વતંત્ર વ્યક્તિત્વ હોય શકે’, ‘બાળકોને મારશો નહીં’, બીવડાવશો નહીં’ એવા સૂત્રો પોકારીને તેમણે જૂની રૂઢિના શિક્ષકોને નવી દિશા બતાવી હતી.

>> તેઓ પ્રવાસો અને લોક સંપર્ક દ્વારા બાળ કેળવણીની ચેતના જગાડતા હતા.

>> ગિજુભાઈએ કચ્છની શાળાઓમા નિરીક્ષણ માટે 17 દિવસમાં 1000 માઈલનો પ્રવાસ કર્યો હતો.

>> ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં ગિજુભાઈ બધેકાએ અગત્યનો ભાગ ભજવ્યો હતો.

>> તેઓએ વર્ષ 1916માં વકીલાત છોડી ભાવનગર જિલ્લામાં સ્થિત દક્ષિણામુર્તિમાં ગૃહપતિ બન્યા અને વર્ષ 1920માં તેમણે દક્ષિણામુર્તિમાં જ બાળમંદિર શરૂ કર્યું હતું.

>> ગિજુભાઈ બધેકાએ ઈ.સ 1922માં નાનાભાઈ ભટ્ટ અને હરભાઈ ત્રિવેદી સાથે મળીને ભાવનગરમાં શ્રી દક્ષિણામુર્તિ વિનય મંદિર શાળાની સ્થાપના કસ્તૂરબાના હસ્તે કરી હતી.

>> ઈ.સ 1929માં ગિજુભાઈને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરાયો.

>> ગુજરાત સરકાર દ્વારા બાળ કેળવણીકાર ગિજુભાઈ બધેકાના જન્મ દિવસ 15 નવેમ્બરને ‘બાળવાર્તા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.

તેઓના પ્રસિદ્ધ બાળસાહિત્ય

1). કિશોર સાહિત્ય

2). મોન્ટેસરી પદ્ધતિ

3). ઇસપના પાત્રો

4). શિક્ષક હો તો

5). સ્વતંત્ર બાલશિક્ષણ

6). જંગલ સમ્રાટ

7). પેટલાદની વીરાંગનાઓ

8). માં-બાપ થવું આકરું છે.

9). બાલસાહિત્ય વાટિકા

10). ટારઝન કથાઓ  

11). આ તે શી માથાફોડ ?    

12). આગળ ચોપડી વાંચો

13). કેમ શીખવવું

14). સાંજની મોજો

15). બાલસાહિત્ય માળા

પ્રસિદ્ધ નાટક

01). ટીકો જોશી

02). દલા તરવાડી

03). ટાઢુ ટબૂકલુ

ચિંતન

01). પ્રાસંગિક મનન

02). શાંત પળોમાં

Read more

👉 ખલીલ ધનતેજવી
👉 ઉમાશંકર જોશી
👉 બલવંતરાય ઠાકોર

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!