અહીં ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે અપાતા પુરસ્કારો વિશે માહિતી આપવામાં આવે છે. અહી જય ભીખ્ખુ પુરસ્કાર, મગનભાઈ દેસાઇ પુરસ્કાર, ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય પુરસ્કાર, પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત એવોર્ડ, ગુજરાત ગૌરવ પુરસ્કાર, વિશ્વ ગુર્જરી એવોર્ડ જેવા અનેક પુરસ્કારો વિશે માહિતી આપવામાં આવી છે.
ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે અપાતા પુરસ્કારો
1). જય ભીખ્ખુ પુરસ્કાર
ક્ષેત્ર : માનવકલ્યાણ
>> આ પુરસ્કાર જય ભીખ્ખુના ઉપનામથી જાણીતા શ્રી બાલાભાઈ વી. દેસાઈની સ્મૃતિમાં આપવામાં આવે છે.
2). મગનભાઈ દેસાઇ પુરસ્કાર
ક્ષેત્ર : શિક્ષણ
>> શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનારને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. જેમાં રૂ. 1 લાખની ધનરાશિ આપવામાં આવે છે.
3). ડો. વિક્રમ સારાભાઇ પુરસ્કાર
ક્ષેત્ર : વિજ્ઞાન અને ટેક્નોલૉજી
>> આ પુરસ્કાર વિજ્ઞાન અને ટેક્નોલૉજી ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનારને આપવામાં આવે છે.
>> આ પુરસ્કાર ગુજરાત કાઉન્સિલ ઓફ સાઇન્સ અને ટેક્નોલૉજી દ્વારા આપવામાં આવે છે.
>> જેમાં રૂ. 1 લાખની ધનરાશિ આપવામાં આવે છે.
4). ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય પુરસ્કાર
ક્ષેત્ર : લોકસાહિત્ય
>> લોકસાહિત્યને ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે.
>> આ પુરસ્કાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા આપવામાં આવે છે.
>> જેમાં રૂ. 1 લાખની ધન રાશિ પણ આપવામાં આવે છે.
5). વિશ્વ ગુર્જરી એવોર્ડ
ક્ષેત્ર : ગુજરાતી મહાનુંભાવોનું સન્માન
>> આ પુરસ્કાર વિશ્વ ગુર્જરી સંસ્થા (અમદાવાદ) દ્વારા આપવામાં આવે છે.
>> આ પુરસ્કાર અંતર્ગત ત્રણ એવોર્ડ આપવામાં આવે છે.
1) ગુજરાત એવોર્ડ : ગુજરાતમાં વસતા મહાનુભાવો માટે
2). રાષ્ટ્રીય એવોર્ડ : ગુજરાત બહાર દેશના અન્ય કોઈ ભાગમાં રહેતા ગુજરાતીઓ માટે.
3). આંતરરાષ્ટ્રીય એવોર્ડ : વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે
6). પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત એવોર્ડ
ક્ષેત્ર : સંગીત
>> આ એવોર્ડ સંગીત નાટ્ય અકાદમી અને ગાંધીનગર કલ્ચર ફોરમ દ્વારા સંયુક્ત રીતે આપવામાં આવે છે.
>> આ પુરસ્કાર આપવાની શરૂઆત 2012થી થઈ હતી.
>> આ પુરસ્કાર સૌપ્રથમ પંડિત જસરાજને આપવામાં આવ્યો હતો.
>> આ એવોર્ડમાં તામ્રપત્ર, શાલ અને રૂ. 5 લાખની ધનરાશિ આપવામાં આવે છે.
7). ગુજરાત ગૌરવ પુરસ્કાર
ક્ષેત્ર : સંગીત, નાટક, નૃત્ય અને લોકકળા
>> આ પુરસ્કાર ગુજરાત રાજય સંગીત નાટય અકાદમી (ગાંધીનગર) દ્વારા આપવામાં આવે છે.
>> આ પુરસ્કાર સ્વરૂપે એક તામ્રપત્ર, પ્રશસ્તિ પત્ર, શાલ અને રૂ. 51 હજારની ધનરાશિ આપવામાં આવે છે.
8). એકલવ્ય એવોર્ડ
ક્ષેત્ર : રમત-ગમત
>> આ પુરસ્કાર ઇ.સ 1976 થી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે.
>> એકલવ્ય એવોર્ડ રમત-ગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરની સિદ્ધિ મેળવનાર ગુજરાતી ખેલાડીને આપવામાં આવે છે.
9). સરદાર પટેલ એવોર્ડ
ક્ષેત્ર : રમત ગમત
>> આ પુરસ્કાર ઇ.સ 1976 થી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે.
>> સરદાર પટેલ એવોર્ડ રમત-ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીને આપવામાં આવે છે.
10). જયદીપસિંહ એવોર્ડ
ક્ષેત્ર : રમત ગમત
>> આ પુરસ્કાર ઇ.સ 1987 થી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે.
>> જયદીપસિંહ એવોર્ડ રાજય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ગુજરાતી ખેલાડીને આપવામાં આવે છે.
11). રવિશંકર રાવળ એવોર્ડ
ક્ષેત્ર : લલિત કળા (ચિત્રકળા)
>> ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે.
11). પંડિત ઓમકારનાથ ઠાકુર પુરસ્કાર
ક્ષેત્ર : નાટ્યકળા (રંગમચ)
12). પૂજય રવિશંકર મહારાજ પુરસ્કાર
ક્ષેત્ર : સમાજકલ્યાણ
13). નાલંદા પુરસ્કાર
ક્ષેત્ર : સમાજકલ્યાણ
💥 ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે આપતા પુરસ્કારો
Read more