Join our WhatsApp group : click here

ગુજરાતમાં વસેલી વિદેશી વસાહતોનો

gujarat ma videshi vasahat in gujarati : અહીં ગુજરાતમાં આવીને વસેલી ગુજરાતમાં આવીને વસેલી વિદેશી વસાહતોનો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

ગુજરાતમાં વસેલી વિદેશી વસાહતોનો

ગુજરાતમાં આવીને વસેલી વિદેશી વસાહતોનો ક્રમ નીચે મુજબ છે.

1). પોર્ટુગીઝ (ફિરંગી)

2). ડચ (વલંદા)

3). અંગ્રેજો

4). ફ્રેંચ

પોર્ટુગીઝ વસાહત (ફિરંગી)

>> ઇ.સ 1498માં પોર્ટુગલના લિસ્બન બંદરેથી નીકળેલો પોર્ટુગીઝ પ્રવાસી “વાસ્કો-દ-ગામા” ભારતના પશ્ચિમ કિનારે કાલિકટ બંદરે પહોંચ્યો.

>> તે ગુજરાતી ખલાસી “કાનજી માલમ અને અહમદ ઇબ્ન મજીદ” ની સહાયતાથી ભારત પહોંચવામાં સફળ બનેલો.

>> સમગ્ર યુરોપ ખંડ માટે આ એક ક્રાંતિકારી બનાવ હતો. આ બનાવની સફળતાથી પ્રેરાઈને જ પોર્ટુગીઝો, ડચ, ફ્રેંચો અને અંગ્રેજો ને ભારતમાં આવવાનો માર્ગ સરળ થઈ ગયો.

>> ગુજરાતના સુલ્તાન મહમુદ બેગડાના અવસાન બાદ ગુજરાતના કિનારા પર ધીરે-ધીરે પોર્ટુગીઝોનો પ્રભાવ વધ્યો હતો.

>> મુઘલ બાદશાહ હુમાયુંની વિરુદ્ધ લડવામાં ગુજરાતના સુલ્તાન બહાદુરશાહે પોર્ટુગીઝોની મદદ લીધી હતી. આથી બહાદુરશાહે પોર્ટુગીઝોને કિલ્લો બાંધવાની તથા ગુજરાતમાં વ્યાપાર કરવાની છૂટ આપી.

>> પોર્ટુગીઝો આ છૂટનો ગેરલાભ લઈ સ્થાનિક પ્રજાને હેરાન કરવાનું શરૂ કર્યું જેથી સુલતાન બહાદુરશાહે પોર્ટુગીઝોને મળેલી રાજકીય છૂટ પાછી મેળવી લે છે.

>> નીનો-ડી-કુન્હો સુલતાન બહાદુર શાહની સાથે સંધિના બહાને સમુદ્ર યાત્રા દરમિયાન હત્યા કરી નાખે છે.  

>> તેથી દીવ અને દમણ પર પોર્ટુગીઝોનું વર્ચસ્વ સ્થપાયું.

>> ઇ.સ 1916 પછી અંગ્રેજોની વેપારી જમાવટ ખંભાત બંદરે થતાં પોર્ટુગીઝોનું જોર ઓછું થયું અને સુરત મુકામે પણ પોર્ટુગીઝોના વળતાં પાણી થયા.

>> પોર્ટુગિઝો પાસે ફકત દીવ, દમણ અને ગોવા જ રહ્યા.

ડચ વસાહતો (વલંદા)

>> ઇ.સ 1602માં હોલેન્ડની ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી.

>> સૌ પ્રથમ ભારતમાં આવનાર પોર્ટુગીઝોના વેપારની ઇજારાશાહી (એકાધિકાર) ડચ લોકોએ ભારતના પશ્ચિમ કિનારે વેપારી કોઠીઓ સ્થાપીને તોડી નાખી.

>> ડચોનો મુખ્ય વેપાર તેજાના ટાપુઓ સાથે હતો, તેથી હિન્દના કોરોમંડલ કિનારા પર એમની વેપારી કોઠીઓ હતી. પરંતુ અમુક સમય પછી ગુજરાત સાથે વેપારની જરૂરત વલંદાઓને લાગી.

>> ઇ.સ 1601માં ડચ સુરત આવ્યા હતા અને ઇ.સ 1606માં એમણે એ સ્થળે કોઠી સ્થાપી હતી.

>> ઇ.સ 1762માં સુરત ના નવાબે વલંદાઓની કોઠી જપ્ત કરી. આ જ્ગ્યા “વલંદાવાડ” તરીકે ઓળખાઇ.

>> ઇ.સ 1759માં “બેદરાના યુદ્ધ” માં અંગ્રેજોના હાથે પરાજિત થયા પછી ડચ કંપનીનું નિયંત્રણ ભારતીય ક્ષેત્ર પર ઓછું થઈ ગયું હતું.

>> અંગ્રેજોનું સુરતમાં વર્ચસ્વ વધતાં ઇ.સ 1788માં વલંદા સુરતથી કોઠી છોડી જતાં રહ્યા.

અંગ્રેજ વસાહતો

>> 31 ડિસેમ્બર, 1600ના રોજ ઈંગ્લેન્ડની મહારાણી “એલીઝાબેથ પ્રથમ” એ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના નો અધિકારપત્ર પ્રદાન કર્યો.

>> મુઘલ દરબારમાં આવનાર પ્રથમ અંગ્રેજ કેપ્ટન હોકિન્સ હતો. જે જેમ્સ પ્રથમના એલચીના રૂપે ઇ.સ 1609માં જહાંગીરના દરબારમાં આવ્યો હતો.

>> ઇ.સ 1613માં જહાંગીરે એક શાહી ફરમાન દ્વારા અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવા તથા મુઘલ દરબારમાં એક એલસી અથવા રાજદૂત રાખવા માટે પરવાનગી આપી દીધી.

>> ઇ.સ 1615માં ઈંગ્લેન્ડના સમ્રાટ જેમ્સ પ્રથમે “સર ટોમસ રો” ને પોતાનો રાજદૂત (એલસી) બનાવી મુઘલ સમ્રાટ જહાંગીરના દરબારમાં મોકલ્યો હતો.

>> સર ટોમસ રો ત્રણ વર્ષે સુધી બાદશાહની છાવણીઓમાં સાથે સાથે રહ્યો અંતે એણે ગુજરાતમાં વેપાર કરવાનો પરવાનો મેળવ્યો.

>> શાહજાદા ખુર્રમ પાસેથી અંગ્રેજોને જે કરાર મળ્યા તે પ્રમાણે અંગ્રેજોએને હથિયાર રાખવાની, પોતાનો ધર્મ પાળવાની અને પોતાના ઝઘડાઓનો નિવેડો લાવવાની છૂટ હતી. એમને ઘર બાંધવાની મનાઈ હતી.

>> ઇ.સ 1619 સુધીમાં અમદાવાદ, ભરુચ, વડોદરા, આગરા વગેરે સ્થળોએ અંગ્રેજોએ પોતાની વ્યાપારી કોઠી સ્થાપી અને તેનું નિયંત્રણ સુરતથી કરવામાં આવતું હતું.

>> ઇ.સ 1780માં અંગ્રેજો પેશવા પાસેથી ડભોઈ પડાવી લીધું.

>> 15મી ફેબ્રુઆરી, 1780ના રોજ અમદાવાદ પર હુમલો કરીને અમદાવાદ કબજે કર્યું.

>> ઇ.સ 1871માં સૌરાષ્ટ્રનો મોટો વિસ્તાર પણ જીતી લીધો.

>> ઇ.સ 1818માં પેશવાઇ નો અંત આવ્યો અને ગુજરાતમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સાર્વભૌમ બની ગઈ.

ફ્રેંચ વસાહતો

>> લુઈ-14માં ની પરવાનગીથી ફ્રેંચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના છેક ઇ.સ 1664માં થયેલી.

>> ફિરંગી, વલંદા અને અંગ્રેજ પ્રજાઓની સરખામણી એ ફ્રેંચો હિન્દના વેપારમાં મોડા દાખલ થયા.

>> ઇ.સ 1664માં પૂર્વ તૈયારી કરવા બેબન નામે ફ્રેંચ સુરત આવ્યો.

>> મુઘલ બાદશાહ ઔરંગઝેબના ફરમાનથી ફ્રેંચો ને સુરત ખાતે વેપાર કરવાની અને સુંવાળી ખાતે કોઠી સ્થાપવાની પરવાનગી મળી. ત્યાર પછી ઇ.સ 1668માં ફ્રેંચો એ વેપાર શરૂ કર્યો.

>> અંગ્રેજો અને ફ્રાંસીસીઓ વચ્ચે કર્ણાટક ના ત્રણ યુદ્ધો થયા હતા.

>> ઇ.સ 1760માં અંગ્રેજી સેનાના સર આયરકૂટના નેતૃત્વમાં વાંડીવાંશીના યુદ્ધમાં ફ્રાંસીસીઓ પરાજિત થયા હતા.

>> ફ્રેંચ પાસે ફકત પોંડીચેરી, માહે ચંદ્રનગર, કરૈકાલ વગેરે જ રહ્યા.

અન્ય તથ્યો

>> ભારતમાં જળમાર્ગે આવનાર સૌપ્રથમ અને ભારતમાંથી છેલ્લે પરત જનાર યુરોપીયન પ્રજા પોર્ટુગીઝ (ફિરંગી) હતી.

>> નીનો-ડી-કુન્હોએ દીવ અને દમણ પ્રાપ્ત કર્યા હતા. આમ ગુજરાતમાં આવનાર સૌપ્રથમ યુરોપીયન પ્રજા પોર્ટુગીઝો હતા.

>> ગુજરાતના સુલતાન બહાદુરશાહના સમયમાં પોર્ટુગીઝોએ દીવ પર કબજો કર્યો હતો.

>> ગુજરાતના સુલતાન અહમદશાહ ત્રીજાના સમયમાં પોર્તુગીઝોએ દમણ કબજે કર્યું હતું.

>> ઇ.સ 1817-19 દરમિયાન બેલેન્ટાઈને અમરેલીમાં યુરોપીયન શૈલીનું મંદિર બંધાવ્યું હતું.

>> ઇ.સ 1854માં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ પોસ્ટઓફિસ ધોલેરામાં ખોલવામાં આવી. પ્રથમ તાર ઓફિસ પણ ધોલેરામાં ખોલાઈ હતી.

>> ઇ.સ 1855માં ગુજરાતમાં ઉતરાણ તથા અંકલેશ્વરમાં પ્રથમ રેલવે લાઇન નંખાઈ હતી.

Read more

👉 ગુજરાતમાં સિંધુ ખીણની સભ્યતાના સ્થળો
👉 ગુજરાતમાં મૈત્રક વંશનો ઇતિહાસ
👉 મહમદ બેગડાનો ઇતિહાસ
👉 1857નો વિપ્લવ અને ગુજરાત
gujarat ma videshi vasahat in gujarati

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!