Join our WhatsApp group : click here

Mahmud begada history in gujarati

અહીં ગુજરાતનો સુલતાન મહમુદ બેગડા વિશેની માહિતી આપવામાં આવી છે. તેના યુદ્ધ વિજયો, તેને બંધાવેલ સ્થાપત્યો સહિત સંપૂર્ણ માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

Mahmud begada history in Gujarati

અન્યનામ : ફતેહખાન, નાસિરરૂદ્દીન મહમદશાહ 

જન્મ : ઇ.સ 1445માં

>> મહમુદ બેગડાનું મૂળ નામ ફતેહખાન હતું. તે નાસીરુદ્દીન મહમદશાહ નામ ધારણ કરી ગાદીએ બેઠો.

>> તે સુલતાન મોહમદશાહ બીજાનો સૌથી નાનો પુત્ર હતો.

>> મહમુદ બેગડો ઇ.સ 1458માં ‘નસીરુદિન મહમુદશાહ’ નું ખિતાબ ધારણ કરી રાજગાદીએ બેઠો. ત્યારે તેની ઉંમર માત્ર 13 વર્ષની હતી.

>> મીરાતે સિકંદરી ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે મહમુદ બેગડોના મોટાભાઈનું મૃત્યુ ખોરાકમાં ઝેર આપવાથી થયું હતું તેથી તેને નાનપણથી જ ખોરાકમાં ધીમું ઝેર પચાવવાની ટેવ પાડી હતી.  

>> મહમુદ બેગડાનો ખોરાક સામાન્ય માણસ કરતાં વધારે હતો તે સવારે નાસ્તામાં સોથી દોઢસો કેળાં અને એક મધનો પ્યાલો લેતો હતો. તે પોતાને કહેતો કે ‘મને બાદશાહ બનાવ્યો ન હોટ તો હું ભૂખે મરી જાત’

>> મહમુદ બેગડાને ગુજરાતના અકબર તરીકે પણ ઓળખવામાં આવે છે.

>> મહમુદ બેગડાને વૃક્ષારોપણ અને બાગ બગીચાનો ઘણો શોખ હતો. તે ન્યાયમાં નિષ્પક્ષ અને કડક હતો.

>> સુલ્તાન મહમુદ બેગડાએ ‘બાગ-એ-ફીરદોષ’ અને ‘બાગ-એ-શાબાન’ નામના બે વિશાળ બગીચાઓ અમદાવાદમાં બનાવ્યા હતા.

>> તે સમયમાં બાગ-એ-ફીરદોશ ને ‘નવલખો બાગ’ પણ કહેવતો. કારણ કે આ બાગમાં વૃક્ષોની સંખ્યા ખૂબ વધુ હતી. 

>> ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કરનાર સુલતાન મહમુદ બેગડો હતો.

>> દિલ્હીના સુલ્તાન “સિકંદર લોદી” એ ગુજરાતનાં સુલ્તાન મહમુદ બેગડા સામે મૈત્રીનો હાથ વધાવ્યો હતો.

 >> મહમુદ બેગડાએ દરિયાને ચાંચિયાગિરીથી મુક્ત કરી વિદેશી વેપારના વિકાસને ઉત્તેજન આપ્યું હતું. ઉપરાંત આંશિક વેપારને પણ સુરક્ષિત રાખ્યો હતો. તેના સમયમાં સ્થિર રાજયતંત્રની સ્થાપના થઈ હતી.

>> સુલ્તાન મહમુદ બેગડા પાસે શક્તિશાળી નૌકાદળ હતું. આ નૌકાદળનું વડુ મથક ‘દીવ’ રાખવામા આવ્યું હતું.

>> સુલ્તાન મહમુદ બેગડાના સમયે આ દીવ ‘મલિક અયાઝ’ નામના અધિકારી હેઠળ હતું. અ મલિક અયાઝે પોર્ટુગિઝોને નૌકાયુદ્ધમાં હરાવવાના કારણે ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી હતી.

>> મહમદ બેગડાએ વાત્રક નદીના કિનારે મહેમદાવાદ શહેર વસાવ્યું હતું. ત્યાં ‘ભમ્મરિયો કૂવો અને ચાંદા-સુરજ મહેલનું નિર્માણ કરાવ્યુ હતું.

>> સુલ્તાન મહમુદ બેગડાએ એક એવી યોજના બનાવી હતી કે સૈનિકને વ્યાજ વગર ઉછીના નાણાં (લોન સ્વરૂપે) સરકાર કે રાજય તરફ મળી શકે. સૈનિકોને જરૂર પડે ત્યારે રકમ આપી દેવામાં આવતી જેથી તે આર્થિક ચિંતાથી મુકત બન્યા. અને જો સૈનિક યુદ્ધમાં વીરગતિ પામે તો તેની મિલકત અને પદવી તેના પુત્રને આપી દેવામાં આવતી.

>> તેણે રાજયની ટંકશાળાને વ્યવસ્થિત કરી. સોનું, ચાંદી, તાંબુ અને મિશ્ર ધાતુના સિક્કા બહાર પાડી નાણાંતંત્રને વ્યવસ્થિત કર્યું. તેના મિશ્રધાતુના સિક્કા ઘણા લાંબા સુધી ગુજરાતમાં ચલણમાં રહ્યા હતા.

>> તેણે જુનાગઢ (મુસ્તૂફાબાદ) અને ચાંપાનેર (મહમદાબાદ)માં ટંકશાળા સ્થાપી હતી.

>> મહમદ બેગડાના સમયના સિક્કા “મહેમુદી” કહેવાતા. જે ખૂબ પ્રસિદ્ધ થયા. તેના અવસાન બાદ પણ ગુજરાતમાં સિક્કાઓ મહમુદી તરીકે ઓળખાતા હતા.

>> યુરોપમાં એકમાત્ર નેપોલિયનના સિક્કાઓને શાસકનું નામ મળ્યું, જ્યારે ગુજરાતમાં એકમાત્ર મહમુદ બેગડાના સિક્કાઓને શાસક નું નામ મળ્યું હતું.

>> મહમુદ બેગડાએ રાજયની મહેસૂલ આવક વ્યવસ્થિત કરવા જમીન જાત પ્રમાણે મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું હતું.

>> મહમુદ બેગડાના શાસનકાળમાં કુરાનની નકલ કરવાની વાંકીચૂંકી ‘સુલુથ’ નામની લિપીનો વિકાસ થયો હતો.  

>> ઇ.સ 1496માં સુલ્તાન મહમુદ બેગડાએન અમદાવાદને ફરતો કિલ્લો બાંધ્યો હતો.

મહમુદ બેગડાના વિજયો

1). ઇ.સ 1462માં જયારે માળવાના સુલ્તાન મહમુદ ખલજીએ દક્ષણિ ભારતના બહમની સુલ્તાન નિઝામશાહ પર આક્રમણ કર્યું. ત્યારે સુલ્તાન નિઝામશાહે ગુજરાતના સુલ્તાન મહમુદ બેગડાની મદદ માંગી હતી. સુલ્તાન મહમુદ બેગડાએ ત્યાં જઇને મળવાના સુલ્તાનને હરાવ્યો હતો.

2). વલસાડ-પારડી પર વિજય મેળવ્યો

3). જુનાગઢ વિજય

>> જુનાગઢ પર પ્રથમ વખત આક્રમણ ઇ.સ 1467માં કર્યું હતું. તે સમય પહેલાં કોઈપણ મુસ્લિમ બાદશાહે સૌરાષ્ટ્રનું પ્રખ્યાત નગર અને અજેય ગણાતા કિલ્લાવાળૂ જુનાગઢ પોતાના કબજે કરી શક્યું ન હતું.

>> મહમુદ બેગડાએ ઇ.સ 1467, 1468 અને 1469માં આક્રમણ કરી જુનાગઢનો રાજા “રાં’માંડલિક” ને હરાવ્યો હતો.

>> છેવટે ઇ.સ 1470માં જુનાગઢને પોતાના કબજે કર્યું અને તેનુ નામ ‘મુસ્તૂફાબાદ’ રાખ્યું.

>> જુનાગઢ તેની શિયાળાની રાજધાની હતી.

4). કચ્છ અને સિંધ વિજય

>> કચ્છના ‘સોઢા’ અને ‘સુમરા’ લોકો મુસ્લિમો પર જુલમો કરતાં હતા. તેથી  મહમુદ બેગડાએ ઇ.સ 1417માં કચ્છ અને સિંધ પર આક્રમણ કરી ત્યાં વિજય મેળવ્યો હતો.

5). દ્વારકા તથા બેટ દ્વારકા પર વિજય

>> ઇ.સ 1473માં તેમણે દ્વારકા પર આક્રમણ કર્યું.

>> ત્યાનાં રાજા ભીમસેન વાઢેરને તેને હરાવ્યા હતા.

>> દ્વારકા પર વિજય મેળવનાર પ્રથમ મુસ્લિમ સુલતાન મહમુદ બેગડો છે.

>> તેને દ્વારકા જીતીને તેનું નામ ‘મુસ્તૂફાનગર’ રાખ્યું હતું.

6). ચાંપાનેર પર વિજય

>> મહમુદ બેગડાનો સમકાલીન ચાંપાનેરના રાજા “જયસિંહ રાવળ (પતાઈ રાવળ)” હતા.

>> ચાંપાનેરનો કિલ્લો જુનાગઢના કિલ્લાની જેમ અજેય ગણાતો હતો. આ સમય પહેલાં કોઈપણ મુસ્લિમ બાદશાહે આ કિલ્લો જીત્યો નથી.

>> બેગડાએ 20 મહિનાના ઘેરા પછી પતાઈ રાવલ અને તેનો મંત્રી ડુંગરસી કેદ પકડાયા તેમને ઇસ્લામ ધર્મ સ્વીકારવવા જણાવ્યુ પરંતુ એ રાજપુતોએ ઇન્કાર કર્યો, તેથી પતાઈ રાવલ અને મંત્રી ડુંગરસીની હત્યા કરી દીધી.

>> આ રાજાના એક પુત્રને શિક્ષણ અપાવી મોટો કર્યો અને મુસલમાન નબાવ્યો જેનું નામ મલેક હુસેન રાખ્યું હતું.

>> ચાંપાનેરને બેગડાને ચોમાસાની રાજધાની બનાવી હતી.

>> ઇ.સ 1484માં સુલતાન મહમુદ બેગડાએ ચાંપાનેર પાવાગઢ પર વિજય મેળવ્યો.

>> ચાંપાનેરનું નામ બદલી તેને “મુહમ્મદાબાદ” રાખ્યું.

>> આમ, સુલ્તાન મહમુદ બેગડાએ “જુનાગઢ અને ચાંપાનેર-પાવાગઢ” નામના બે ગઢ જીત્યા હોવાથી તે ઇતિહાસમાં બેગડો નામે પ્રખ્યાત થયો.

>> તેને મુહમ્મદાબાદ (ચાંપાનેર)માં એક કિલ્લો બંધાવ્યો હતો તેનું નામ ‘જહાંપનાહ’ રાખ્યું હતું.

મહમુદ બેગડાએ બંધાવેલ સ્થાપત્ય

1). શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષીની દરગાહ (સરખેજનો રોજો) -આ ગુજરાતની સૌથી મોટી દરગાહ છે.

2). મહમુદ બેગડાનો મકબરો પણ સરખેજના રોજા પાસે બંધાવ્યો છે.

3). સુલ્તાન મહમુદ બેગડાના મકબરાની બાજુમાં જ બેગમોનો મકબરો છે. જેમાં મુખ્ય કબર “રાણી રાજબાઈ” ની છે.

4). મોતી મસ્જિદ

5). હઝરત શાહેઆલમની દરગાહ

6). મલીક સલિમની મસ્જિદ

7). સીધી બસીરની મસ્જિદ

8). ચાંપાનેરની નગીના મસ્જિદ

9). દરિયાખાનનો રોજો

10). નગીના મસ્જિદ (ચાંપાનેર)

મહુમદ બેગડાની રાજધાની

જુનાગઢ :મુસ્તૂફાબાદ
ચાંપાનેર :મુહમ્મદાબાદ
મહેમદાબાદ :મહમુદબાદ

મહુમદ બેગડાએ નગરો જીતીને/વાસવીને તેના નવા નામ આપ્યા હતા.

અમદાવાદ :ઉનાળાની
ચાંપાનેર :ચોમાસાની
જુનાગઢ :શિયાળાની
Mahmud begada history in gujarati

Read more

👉 ગુજરાતમાં મૈત્રકવંશનો ઇતિહાસ
👉 ગુજરાતમાં ચાવડાવંશનો ઇતિહાસ
👉 ગુજરાતમાં સોલંકીવંશનો ઇતિહાસ
👉 ગુજરાતમાં વાઘેલાવંશનો ઇતિહાસ

Mahmud begada history in Gujarati : Gpsc, Gsssb, Talati, police and all competitive exams.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!