Join our WhatsApp group : click here

ગુર્જર-પ્રતિહાર વંશ

ગુજરાતનાં ઇતિહાસના અનુમૈત્રક કાળના રાજવંશો માનો એક રાજવંશ ગુર્જર-પ્રતિહાર વંશ વિશે જાણીશું.

ગુર્જર-પ્રતિહાર વંશ

રાજધાની :ભિન્નમાલ/ શ્રીમાલ
સ્થાપક :નાગભટ્ટ પ્રથમ
વિશેષતા :1). આ સમયમાં ગુજરાત નામ પ્રચલિત થયું.
2). ભારતને આરબોના હુમલામાંથી 300 વર્ષ સુધી ગુર્જર-પ્રતિહાર વંશના રાજાઓએ રક્ષણ આપેલું.   

> આઠમી અને નવમી સદીના ગુજરાતનાં રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસના ઘડતરમાં ગુર્જરોનો ફાળો નોંધપાત્ર હતો.

> ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ “હર્ષચરિત” માં આવે છે.

> સાતમી સદીમાં “ભિલ્લમાન (ભિન્નમાલ) (શ્રીમાલ)” ગુર્જરોની રાજધાની હતી એમ ચીની યાત્રાળુ “હ્યુ-એન-ત્સાંગ” ના નિર્દેશો તથા અન્ય સાધનો પરથી જાણવા મળે છે.

> ભીલ્લમાલ ગુર્જરોના સમયમાં સંસ્કૃતિ તથા વેપારનું મહાન કેન્દ્ર હતું. ગુર્જરો ત્યાંથી ઉત્તર ગુજરાતનાં તથા ઉત્તર ભારતના ભાગો પર શાસન ચલાવતા હતા.

> ભીલ્લમાનનું પૌરાણિક નામ “શ્રીમાલ” હતું.

> ભીલ્લમાલની આસપાસનો પ્રદેશ ગુર્જર દેશ તરીકે ઓળખાતો હતો. આ પ્રદેશ હાલના આબુની ઉત્તર-પશ્ચિમે, રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલો છે.

> ગુર્જરો પરથી આનર્ત, સૌરાષ્ટ્ર વગેરે જીતેલા પ્રદેશોને ગુજરાત એવું નામ આપવામાં આવ્યું, જે પછીથી સમસ્ત પ્રાંત માટે પ્રચલિત  બન્યું. તે પહેલા “ગુજરાત” નામ અસ્તિત્વમાં હતું.

> આ ગુજરાતની પહેલી રાજધાની “ભીલ્લમાલ” હતી.

> ઉત્તર ગુજરાતમાં પ્રતિહારોના શાસનનો અંત આવ્યા પછી ચાવડા વંશનું રાજ્ય સ્થપાયું હતું.

> ગુર્જર-પ્રતિહારોની સ્વતંત્ર સત્તાનો સ્થાપક “નાગભટ્ટ પ્રથમ” હતો.

> ગુર્જર – પ્રતિહાર – રાષ્ટ્રકૂટ સ્પર્ધાને મૈત્રક રાજ્યના નાશ પછી વેગ મળ્યો હતો.

> ઇ.સ 789માં અવંતીમાં ગુર્જર-પ્રતિહાર રાજા “વત્સરાજ” ની અને દક્ષિણમાં રાષ્ટ્રકૂટ રાજા ગોવિંદ બીજાની સત્તા પ્રવર્તતી હતી.

> રાષ્ટ્રકૂટ રાજા ધ્રુવરાજે ઉત્તર ભારત પરના આક્રમણના સમયે વત્સરાજને પરાજિત કર્યો હતો.

> વત્સરાજના અનુગામી “નાગભટ્ટ-બીજો” કાવ્યકુબ્જ (કન્નૌજ) કબજે કરી આનર્ત સુધી આણ વર્તાવી.

> નાગભટ્ટ બીજો નાગાવલોક નામે પ્રસિદ્ધ હતા.

> આરબ હુમલાખોરો દ્વારા ઇ.સ 725માં સોમનાથ મંદિરને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. ઇ.સ 815માં નાગભટ્ટ બીજા દ્વારા સોમનાથ મંદિરનું પુન: નિર્માણ કરાવ્યુ હતું.   

> નાગભટ્ટ બીજાના મૃત્યુ પછી તેનો પુત્ર રામભદ્ર રાજગાદી પર બેઠો પરંતુ તે અયોગ્ય શાસક હતો. ત્યાર શાસક બનેલો તેનો પુત્ર મિહિરભોજ ગુર્જર-પ્રતિહાર વંશનો સૌથી પ્રતિભાશાળી રાજવી હતો.

> મિહિરભોજે તેના સિક્કાઓમાં તેના આદિવરાહના નામથી પણ સંબોધવામાં આવેલો છે.

> મિહિરભોજે એક સાથે સિંધના આરબો, દક્ષિણના રાષ્ટ્રકૂટો, બંગાળના રાજા દેવપાલ વગરે સાથે સંગ્રામો ખેલી ગુર્જર-પ્રતિહાર રાજયને અખંડિત રાખ્યું.

> મિહિરભોજે “કન્નૌજ” ને પોતાની રાજધાની બનાવી હતી.

જૈન સાહિત્યમાં ભુવડ નામનો રાજા એટલે ભિહિરભોજ.  

> મિહિરભોજ પછી તેનો પુત્ર મહેંદ્રપાલ રાજગાદીએ આવ્યો.

> “કર્પૂરમંજરી, કાવ્યમીમાંસા, વિદશાલભજ્જિકા, બાલરામાયણ, ભુવનકોશ, હરવિલાસ” વગેરે ગ્રંથોના લેખક રાજશેખર મહેંદ્રપાલના ગુરુ હતા.    

> મહેંદ્રપાલ પછી તેનો પુત્ર  મહિપાલ રાજા બન્યો.

> ઇ.સ 915ની આસપાસ ભારતમાં આવનાર આરબી યાત્રી “અલમસૂદી” ના ઉલ્લેખ પ્રમાણે મહેંદ્રપાલના પુત્ર મહિપાલના સમયમાં ફરી એકવાર ગુર્જર રાજ્ય કિર્તિને શિખરે હતું.

બગદાદ નિવાસી “અલમસૂદી” ઇ.સ 915-16માં ગુજરાત આવ્યો હતો. 

> મહિપાલના રાજ કવિ “સોમેશ્વર” હતા.

> ગુર્જરોની રાજધાની ભીલ્લમાલે એક મહાકવિ અને એક મહાન જ્યોતિષ આપ્યા છે. – મહાકવિ માધ અને જ્યોતિષી બ્રહ્મગુપ્ત

> મહાકવિ માધે “શિશુપાલવધ” નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો હતો.

> બ્રહ્મગુપ્તે “બ્રહ્મસ્કૂટસિદ્ધાંત” નામનો ખગોળશાસ્ત્રનો પ્રખ્યાત ગ્રંથ ઇ.સ 628 રચ્યો.   

> પ્રખ્યાત જૈન આચાર્ય હરિભદ્રસૂરિ અને તેમના શિષ્યો ઉદ્દધોતનસૂરિ અને સિદ્ધર્ષિએ પોતાના સાહિત્યિક ગ્રંથો ભીલ્લમાલમાં જ રચ્યા હતા.

ગુજરાતનાં અન્ય વંશ વિશે વાંચો

👉 મૈત્રક વંશ
👉 સોલંકી વંશ
👉 વાઘેલા વંશ
👉 જેઠવા વંશ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!