અહીં વિવિધ ક્ષેત્રે આપવામાં આવતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના પુરસ્કારો સંબધિત માહિતી આપવામાં આવી છે. જેમાં જે-તે પુરસ્કારનું નામ અને તે કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે. તેની માહિતી આપવામાં આવી છે. આપલે માહિતી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.
મહત્વના પુરસ્કારો અને તેનું ક્ષેત્ર
01). ગાંધી શાંતિ સન્માન : અહિંસા અને ગાંધીવાદી વિચારોને પ્રોત્સાહન બદલ (કેન્દ્રિય સંસ્કૃતી મંત્રાલય દ્વારા)
02). સરદાર પટેલ પુરસ્કાર : રાષ્ટ્રીય એકતા-અખંડિતતામાં યોગદાન બદલ
03). ઇન્દિરા ગાંધી એવોર્ડ : શાંતિ, નિ: શસ્ત્રીકરણ અને વિકાસમાં યોગદાન
04). ટાગોર પુરસ્કાર : સાંસ્ક્રુતિક સદભાવના માટે (ભારત સરકાર દ્વારા)
05). સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન એવોર્ડ : આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે (કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા)
06). તાનસેન સન્માન : હિન્દુસ્તાની સંગીત ક્ષેત્રે યોગદાન (મધ્ય પ્રદેશ સરકાર દ્વારા)
07). ઘનશ્યામ બિરલા એવોર્ડ (જી.ડી. બિરલા એવોર્ડ) : ભારતીય વૈજ્ઞાનિકોને શોધ-સંશોધન ક્ષેત્રે
08). વિક્રમ સારાભાઈ જર્નાલિઝમ પુરસ્કાર : અંતરીક્ષ વિજ્ઞાનક્ષેત્રમાં પત્રકારત્વ માટે (ISRO દ્વારા)
09). શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ : વૈજ્ઞાનિક ક્ષેત્રે (CSIR દ્વારા)
10). આગાખાન એવોર્ડ : આર્કિટેકચર ક્ષેત્રે
11). પ્રિત્ઝકર એવોર્ડ : આર્કિટેકચર ક્ષેત્રે
12). ચમેલીદેવી એવોર્ડ : પત્રકારત્વક્ષેત્રે
13). મુર્તિદેવ પુરસ્કાર : સાહિત્યિકક્ષેત્રે યોગદાન (ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટ દ્વારા)
14). ધન્વંતરિ એવોર્ડ : ચીકીત્સાક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ બદલ
15). પુલિત્ઝર એવોર્ડ : પત્રકારિતા, સાહિત્ય, સંગીત નાટયક્ષેત્રમાં ઉપલબ્ધિ બદલ
16). વિઝડન પુરસ્કાર : ક્રિકેટ ક્ષેત્રે
17). કલિંગ પુરસ્કાર : વિજ્ઞાનક્ષેત્રે (યુનેસ્કો દ્વારા)
18). એમ.એમ. સુબ્બાલક્ષ્મી પુરસ્કાર : સંગીતક્ષેત્રે યોગદાન
19). અણુવ્રત એવોર્ડ : ધર્મ ચારિત્ર્ય, તત્વજ્ઞાનક્ષેત્રે (જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મ સંઘ દ્વારા)
20). ગ્રેમી એવોર્ડ : સંગીત ક્ષેત્રે શ્રેષ્ઠ ઉપલબ્ધિ બદલ
21). ઓસ્કાર એવોર્ડ : સિનેમા ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન
22). ટેમ્પલટેન પુરસ્કાર : ધાર્મિકક્ષેત્રે યોગદાન
23). એબલ પ્રાઇઝ : ગણિત ક્ષેત્રે શ્રેષ્ઠ વૈજ્ઞાનિક સંશોધન
24). રેમેન મેગ્સેસ પુરસ્કાર : પત્રકારત્વ, સાહિત્ય, કળા, શાંતિ, સામુદાયિક અને ઉભરતું નેતૃત્વ અને આંતરરાષ્ટ્રીય સમજ ક્ષેત્રે
25). મેન બુક્સ પ્રાઇઝ : અંગ્રેજી ભાષામાં લિખિત અને UKમાં પ્રકાશિત નવલકથા માટે
26). મેન બુક્સ આંતરરાષ્ટ્રીય પ્રાઇઝ : કોઈ નવલકથાનો અંગ્રેજી ભાષામાં શ્રેષ્ઠ અનુવાદ
27). બોરગોલ એવોર્ડ : કૃષિ વૈજ્ઞાનિક સિદ્ધી બદલ
28). સાસાકાવા પુરસ્કાર : આફત વ્યવસ્થાપનમાં યોગદાન (UN દ્વારા)
29). સખારોવ પુરસ્કાર : માનવાધિકારના રક્ષણ બદલ (યુનેસ્કો દ્વારા)
30). સિમોન બોલિવર પ્રાઇઝ : આંતરરાષ્ટ્રીય શાંતિમાં યોગદાન (યુનેસ્કો દ્વારા)
31). ચેમ્પિયન ઓફ અર્થ : પર્યાવરણ ક્ષેત્રે (UNEP દ્વારા)
32). ડેગ હેમરસ્કજોલ્ડ મેડલ : સૈન્ય જવાનને શાંતિ મિશનો માટે (UN દ્વારા)
33). ગ્લિબર્ટ એવોર્ડ : અવકાશ ક્ષેત્રે
34). રાઇટ લાઈવલીહૂડ પુરસ્કાર : વૈશ્વિક સમસ્યાઓ/પડકારોના સમાધાનમાં યોગદાન બદલ (વૈકલ્પિક નોબેલ પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે.)
Read more
👉 ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે અપાતા પુરસ્કારો |
👉 પદ્મ પુરસ્કાર 2022 |
👉 ભારતની પ્રાચીન વિદ્યાપીઠ |
👉 ગુજરાતમાં કર્કવૃત |