janiti pnkti ane tena kavi : અહીં ગુજરાતી સાહિત્યની જાણીતી પંક્તિઓ અને તેના કવિની યાદી આપવામાં આવી છે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની પંક્તિનો જ સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતી સાહિત્યની જાણીતી પંક્તિઓ અને તેના કવિ
1). જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત : કવિ ખબરદાર
2). જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પ્રભાત : કવિ નર્મદ
3). યા હોમ કરીને પડો, ફતેહ છે આગે. : કવિ નર્મદ
4). ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી અને ઓટ છે, ઓટ પછી જુવાળ. : સ્નેહરશ્મિ
5). સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ, યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની જય જય ગરવી ગુજરાત : રમેશ ગુપ્તા
6). હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. : કવિ કલાપી
7). જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરે ત્યાં આપની : કવિ કલાપી
8). સૌદર્ય વેડફી દેતા ના ના સુંદરતા મળે, સૌદર્ય પામવા માટે સુંદર બનવું પડે : કલાપી
9). સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક જ માનવી કાં ગુલામ ? : ઉમાશંકર જોશી
10). વ્યક્તિ મટી બનું હું વિશ્વમાનવી : ઉમાશંકર જોશી
11). વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. : નરસિંહ મહેતા
12). મંગલ મંદિર ખોલો, દયામય મંડલ મંદિર ખોલો : નરસિંહરાવ દિવેટિયા
13). પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ : નરસિંહરાવ દિવેટિયા
14). ભાષાને શું વળગે ભૂર ? જે રણમાં જીતે તે શૂર. : અખો
15). એક મૂરખને એવિ ટેવ, પથ્થર એટલા પૂજે દેવ : અખો
16). હું માનવી માનવ થાઉં તો ઘણું : સુંદરમ
17). જગતની સહુ કડીઓમાં સ્નેહની સર્વથી વડી. : સુંદરમ
18). હણોના પાપીને દ્વીગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે, અડગ દિલના ગુપ્ત બળથી : સુંદરમ
19). શ્યામ રંગ સમીપે ન જાવું : દયારામ
20). પાન લીલું જોયુંને તમે યાદ આવ્યા : હરિન્દ્ર દવે
21). કહેવું છે કેટલું ને જરા પણ સમય નથી. શબ્દો ઘણા બધા છે અને કોઈ લચ નથી. : હરિન્દ્ર દવે
22). મારી આંખે કંકુના સુરજ સાથમ્યા : રાવજી પટેલ
23). કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. : મણિલાલ દ્વિવેદી
24). રામ રમકડું જડિયું રે રાણાજી મને રામ રમકડું જડિયું : મીરાંબાઈ
25). મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ : મીરાંબાઈ
26). ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર, યૌવન માંડે આંખ : ઝવેરછંદ મેઘાણી
27). છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલી નવ ઢોળજો બાપુ. : ઝવેરચંદ મેઘાણી
28). રાજ મને લાગ્યો કસુંબીનો રંગ : ઝવેરચંદ મેઘાણી
29). જીવન અંજલી થાજો, મારૂ જીવન અંજલી થાજો : કરસનદાસ માણેક
30). ખોબો ભરીને અમે એટલુ હસ્યા, કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા : જગદીશ જોશી
31). તારા આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પુનમનો પાગલ એકલો રે.. : વેણિભાઈ પૂરોહિત
32). ભૂલો ભલે બીજું બધુ, માં બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એહ વિસરશો નહીં. : પુનિત મહારાજ
32). જગતમાં સો ઝેરોમાં સૌથી કાતિલ વેરનું : બાલમુકુંદ દવે
33). માણસ ઈશ્વરથી ખવાઇ ગયો છે, માણસ પુસ્તકોથી ખવાઇ ગયો છે. માણસ ઈચ્છાઓથી ખવાઇ ગયો છે : લાભશંકર ઠાકર
34). કશું જ મારા હાથમાં નથી, મારા હાથ પણ મારા હાથમાં નથી. : લાભશંકર ઠાકર
35). માણસ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો, જે કઈ બની ગયો એ બરાબર બની ગયો : આદિલ મનસુરી
34). મને જિંદગી ને મરણની ખબર છે, કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે. : જયંત પાઠક
35). આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય, ગાંધી કદી સૂતો ન’તો : હસમુખ પાઠક
36). મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ! તારા બનાવેલા તને આજે બનાવે છે. : હેમંત દેસાઇ
37). અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. : ન્હાનાલાલ
38). સિંહને શસ્ત્ર શા ! અને વીરને મૃત્યુ શાં ? : ન્હાનાલાલ
39). જનનીની જોડ સખી નહિ જડે રે લોલ : બોટાદકર
Read more