જાણીતા લોકવાદ્ય અને તેના પ્રકાર

અહીં ગુજરાતના જાણીતા લોક વાદ્યો અને તેના પ્રકાર વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી છે. આપેલ માહિતી તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે. તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહત્વપૂર્ણ જનરલ નોલેજ મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

લોકવાદ્ય અને તેના પ્રકાર

લોક વાદ્ય એટલે શું ?

લોકસંગીતમાં જે વાદ્યોનો ઉપયોગ થાય છે, તેને લોક વાદ્ય કહે છે. લોકવાદ્યની બનાવટ સરળ, સાદગીયુક્ત અને કલાત્મકતા પૂર્ણ હોય છે.  

લોક વાદ્યના મુખ્ય ચાર પ્રકાર છે જે નીચે મુજબ છે.

1). તંતુ વાદ્ય

2). અનવધ વાદ્ય (ચર્મ વાદ્ય) 

3). સુષિર વાદ્ય

4). ધન વાદ્ય

તંતુ વાદ્ય

lok-vadya-na-prakar

તંતુ વાદ્ય : જે વાદ્યમાં દોરી, તંતુ અથવા તાર લગાડી,તેને આંગળીઓથી ખેંચીને સ્વર ઉત્પન કરવામાં આવે તેને ‘તંતુ વાદ્ય’ કહે છે.

1). એકતારો

>> લોકસંગીત અને શિષ્ટ સંગીતના સૌથી પ્રાચીન વાદ્યને આપણે એકતારા તરીકે ઓળખીએ છીએ.

>> એકતારામાં સૌપ્રથમ એક જ તાર હતો એટલે તે એકતારો કહેવાયો.

>> એકતારામાં તંબુમાં વાંસ ફિટ કરીને તાર જોડવામાં આવે છે.

>> એકતારો સામાન્ય રીતે ભજન કીર્તન સમયે વગાડવામાં આવે છે.

>> એકતારામાં સૌપ્રથમ એક જ તાર હતો. સમયાંતરે તેમાં બદલાવ લાવીને બે તાર અને ત્રણ તાર થયા.

>> ગુજરાતમાં આ ત્રણે પ્રકારો પ્રચલિત છે. પણ ઉત્તર ગુજરાતમાં ફકત ત્રણતારો જોવા મળે છે.

>> એકતારાને કચ્છી ભાષામાં ‘રામ સાગર’ કહે છે.

>> મીરાબાઈ ‘તંબૂરા’ ના તાલે ક્રુષ્ણભક્તિ કરતાં હતા.

2). સંતૂર

>> સંતૂરને “શતતંત્રી વીણા” પણ કહેવામા આવે છે.

>> સંતૂરની અંદર લાકડાની બનેલી પેટીમાં બધી રચના હોય છે.

>> અ સંતૂરને આગળથી વળેલી લાકડી દ્વારા વગાડવામાં આવે છે.

>> સંતૂરનો સામાન્ય રીતથી લોક સંગીતમાં ઉપયોગ થાય છે. પરંતુ અત્યારે સૂફી સંગીતમાં પણ તેનો ઉપયોગ થાય છે.

>> શિવકુમાર શર્મા ભારતના પ્રસિદ્ધ સંતૂરવાદક છે.          

3). જંતર

>> સૌરાષ્ટ્ર અને કચ્છની ચારણકોમ ‘જંતર’ ને દૈવી વાદ્ય મને છે.

>> તે રુદ્રવીણાનું વિકસિત સ્વરૂપ છે.

>> જંતરને ગાળામાં પહેરીને વગાડવામાં આવે છે.

>> જંતરમાં બે તંબુ, ખૂંટી અને દાંડી હોય છે.

>> જંતરને નખલીથી વગાડવામાં આવે છે.

4). સારંગી

>> તે એક પ્રકારનું ગજ વાદ્ય છે.

>> સારંગીનું પ્રાચીન નામ “સારીંદા” હતું. જે સમાયાંતરે સારંગી તરીકે ઓળખાય છે.

>> સારંગીનો ઉપયોગમાં જુગલબંધીમાં રજૂ કરવામાં આવે છે.

>> સારંગી લાકડામાંથી બનાવવામાં આવે છે. જેમાં નીચેનો ભાગ પહોળો હોય છે. જેને બકરાના ચામડા દ્વારા મઢવામાં આવે છે.

>> સારંગીમાં 29 તાર હોય છે.

સારંગીના મુખ્ય બે પ્રકાર છે.

1). સિંધી સારંગી : સિંધી સારંગી થોડી મોટી હોય છે.

2). ગુજરાતી સારંગી : ગુજરાતી સારંગી થોડી નાની હોય છે.

>> ઉત્તર ગુજરાત અને કચ્છ સાથે રાજસ્થાનના સરહદી પ્રદેશમાં આ વાદ્યનું મહત્વ વધારે છે.

5). સુરંદો

>> અ લોકવાદ્યની ઉત્પતિ ‘સારંગી’ માંથી થઈ હોવાનું મનાય છે.

>> તે ‘સારંદો’ તરીકે પણ ઓળખાય છે.

>> ગુજરાતમાં કચ્છના કલાકારોમાં ‘સુરંદો’ વાદ્ય વધુ પ્રચલિત છે.

6). રાવણહથ્થો

>> સંસ્કૃત ગ્રંથોમાં જેનો ઉલ્લેખ “રાવણ હસ્ત” તરીકે થયો છે. તેવો રાવણહથ્થો લોકસંગીતનું પ્રાચીન વાદ્ય છે.

>> એક માન્યતા પ્રમાણે રાવણ સાધુવેશે સિતાનું હરણ કરવા ગયો ત્યારે તેના હાથમાં જે વાજિંત્ર હતું તે ‘રાવણ હસ્તવિણા’ તરીકે ઓળખાયું સમય જતાં તેનું નામ ‘રાવણહથ્થો’ થયું.

>> નાળિયેરની કાચલી પર ચામડું મઢીને બનાવાતાં આ વાદ્યને ગજ વડે વગાડવામાં આવે છે. ગુજરાતમાં ‘રાવણહથ્થો’ એકમાત્ર ગજથી વાગતું વાજિંત્ર છે.

>> ગુજરાતનો રાવણહથ્થો ત્રણથી ચાર તારનો અને પ્રમાણમાં નાનો હોય છે. જ્યારે ગુજરાત બહારનો રાવણહથ્થો સાતથી દસ તારનો અને થોડો મોટો હોય છે.

7). ઇસરાજ

>> ઇસરજ હિન્દુસ્તાની શૈલીનું વાદ્ય છે. જેમાં સિતાર અને સારંગીનો સમન્વય જોવા મળે છે.

>> ઇસરાજમાં ઉપરનો ભાગ સિતાર જેવો હોય છે.

>> ઇસરાજનો ઉપયોગ રવીન્દ્ર સંગીતમાં થાય છે.

8). સિતાર

>> વિદ્વાનોના મત અનુસાર સિતાર વીણાનો જ એક પ્રકાર છે.

>> 14મી સદીમાં દિલ્હીમાં અલાઉદ્દીન ખીલજીના ગાયક અમીર ખુશરોએ સિતારનો પ્રથમ વખત પરિચય આપ્યો.

>> સિતારમાં ત્રણ અથવા આઠ તાર હોય છે.

>> સિતાર વાદમાં પ્રસિદ્ધ પંડિત રવિશંકરને ભારત સરકાર દ્વારા ઇ.સ 1999માં ‘ભારત રત્ન’ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા છે.

અવનદ્ય વાદ્ય

અવનદ્ય વાદ્ય : જે વાદ્યની મુખ્ય સરંચનામાં ચામડાનો ઉપયોગ થયો હોય અને તે ચામડા પર પ્રહાર કરતાં ધ્વનિ ઉત્પન્ન થાય તો તેવા વાદ્યને ‘અવનદ્ય વાદ્ય’ કહે છે.

1). ઢોલ

>> પ્રાચીન સમયમાં ઢોલ ‘રણવાદ્ય’ હતું, જ્યારે વર્તમાનમાં તે શુભપ્રસંગે વગાડાતું ‘મંગળવાદ્ય’ છે.

>> ભાલ પ્રદેશમાં પ્રચલિત ‘ત્રાંબાળું ઢોલ’ તાંબાના પતરામાંથી બનાવાય છે.

ઢોલના પ્રાચીન નામો : ડિંડિમ, આનક, કમલ, ક્ષુણ્ણક   

2). નગારું

>> નગારાનો ઉલ્લેખ ઋગ્વેદમાં મળે છે.

>> નગારાને દુંદુભિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

>> મોટા નગારાને આડંબર, આલંબર, કે લંબર તરીકે ઓળખાય છે.

>> માંગલિક પ્રસંગે વગાડતાં નગારાંને ‘નોબત’ કહે છે.

>> લોકમાન્યતા મુજબ ભગવાન શ્રીરામ જ્યારે 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત આવ્યા ત્યારે તેમના સ્વાગત માટે પણ નગારું વગાડવામાં આવ્યું હતું.

કચ્છના સ્વ. શ્રી સુલેમાન જુમા ગુજરાતના જાણીતાં નગારાવાદક હતા.

3). મૃદંગ

>> પહેલાના સમયમાં મૃદંગ માટી માંથી બનાવવામાં આવતું હતું આજના સમયમાં લાકડામાંથી બનાવવામાં આવે છે.

>> મૃદંગની બંને બાજુ બકરીના ચામડાથી મઢવામાં આવે છે.

>> મૃદંગ ઢોલક જેવુ જ હોય છે, પરંતુ તેનો એક છેડો બહુ મોટો અને એક છેડો ખૂબ નાનો હોય છે.

4). તબલા

>> તબલા ધાર્મિક કે માંગલિક પ્રસંગોએ વગાડાતું સૌથી લોકપ્રિય વાદ્ય છે.

>> અમીર ખુશરોએ મૃદંગના બે ભાગ પાડીને તબલાની શોધ કરી હતી.

>> તબલાને જમણા હાથે અને બાંયુને ડાબા હાથે વગાડાય છે.

>> ગુજરાતના અમુક વિસ્તારમાં તબલાંની જોડને ‘નરઘા’ તરીકે પણ ઓળખાવમાં આવે છે.

>> તબલા પર ચામડું મઢનાર કારીગરને ‘ડબગરો’ કહે છે.

>> અમદાવાદમાં તબલા માટે જાણીતી ડબગરવાડ નામે પોળ આવેલી છે.

પ્રસિદ્ધ તબલા વાદક :

1). ઉસ્તાદ અલ્લારખાં

2). કિશન મહારાજ    

3). પંડિત સમતા પ્રસાદ

4). ઝાકિર હુસેન

5). ડમરુ

>> ભગવાન શિવનું વાદ્ય ડમરુ તરીકે ઓળખાય છે.

>> ડમરુમાં બંને બાજુએ ચામડું મઢેલૂ હોય છે. તેમજ કાંકરિયો બાંધેલી હોય છે.

>> ગુજરાતમાં  રાવળ, જોગી કે દેવીપૂજક સમુદાયના લોકો ડમરું વગાડે છે, જ્યારે ભૂવાઓ ધૂણતા હોય છે, ત્યારે ડાકલા વગાડવામાં આવે છે.

>> કચ્છમાં ‘જાગીર’ જ્ઞાતિના લોકો ડાકલા વગાડે છે.

6). ડફ

>> ડફ વાદ્ય મુખ્ય રાજસ્થાનનું વાદ્ય છે.

>> હોળી જેવા પ્રસંગે વણઝારા સમુદાયના લોકો ડફ બગાડી ગીતો ગાતાં નૃત્ય કરતાં હોય છે.

>> ઉત્તર ગુજરાતમાં ડફને ‘ઘેરો’ કે ‘દાયરો’ તરીકે ઓળખવામાં આવે છે.

>> ડફ વાદ્યને સંસ્કૃતમાં ઝલ્લરી કહેવામા આવે છે.

સુષિરવાદ્ય

સુષિરવાદ્ય : જે વાદ્યને હવા વડે કે ફૂંક મારીને ધ્વનિ ઉત્પન્ન કરાય છે. તેને ‘સુષિર વાદ્યો’ કહે છે.

1). વાંસળી

>> વાંસળી નામનું સુષિરવાદ્ય વાંસના પોલા નાળાકારમાંથી બનાવવામાં આવે છે.

>> વાંસળીમાંથી સ્થિર, ઊંચા, ચંચળ, તેજ, ભારે એવા અવાજ ઉત્પન થાય છે.

>> પન્નાલાલ ઘોષ, હરીપ્રસાદ ચૌરસિયા, રોનું મજમુદાર વગેરે પ્રસિદ્ધ વાંસળી વાદકો છે.

>> પન્નાલાલ ઘોષે વાંસળીનો લોક સંગીતમાંથી શાસ્ત્રીય સંગીતમાં ઉપયોગ શરૂ કર્યો છે.

2). ભૂંગળ

>> ભૂંગળ લોકનાટય ભવાઇમાં ઉપયોગમાં લેવાતું મુખ્ય વાદ્ય છે.

>> ભૂંગળને રણશિંગાનું મૂળ સ્વરૂપ માનવામાં આવે છે.

>> ભૂંગળ પહેલા નાળી કે નાળિકા નામે ઓળખવામાં આવતું હતું.

>> ગુજરાતમાં વીસનગરનો એકમાત્ર કંસારા પરિવાર ભૂંગળ બનાવે છે.

3). શંખ

>> શંખ ભારતનું અતિપ્રાચીન સુષિર વાદ્ય છે.

>> ધાર્મિક પ્રસંગ, દેવી પુજા કે યુદ્ધ વખતે શંખનાદની પરંપરા રહી છે.

>> મહાભારતમાં શ્રીક્રુષ્ણએ ‘પંચજન્ય’ શંખ વગાડીને યુદ્ધનો પ્રરંભ કરાવેલો. 

4). શરણાઈ

>> સૌથી લોકપ્રિય વાદ્યમાનું એક શરણાઈ પહેલાના સમયથી જ ઉપયોગમાં લેવાય છે.

>> શરણાઈ એક મંગળ વાદ્ય તરીકે ઓળખાય છે.

>> શરણાઈમાં એક પોળી નળીમાં છિદ્ર હોય છે. તેમાં એક છેડો પહોળો અને એક છેડો ખૂબ જ સાંકડો હોય છે,

>> શરણાઈના સૂરો ઊંચા અને અવાજ કર્કશ હોવાથી લોકગીતોમાં તેનો ઉપયોગ થતો નથી.

>> ઉસ્તાદ બિસ્મિલ્લ ખાન, ઉસ્તાદ અલી અહમદ હુસેન ખાન જાણીતાં શરણાઈ વાદક છે.

>> ઉસ્તાદ બિસ્મિલ્લ ખાનને ભારત સરકાર દ્વારા ભારત રત્ન આપવામાં આવ્યો છે.

ધનવાદ્ય

ધનવાદ્ય : જે વાદ્ય ઠોસ પદાર્થ, જેવા કે ધાતુ, પથ્થર, લાકડું કે હાડકાંમાંથી બનાવાય છે અને તેને પરસ્પર અથડાવવા થી રણકાર ઉત્પન્ન થાય તેવા વાદ્યને ‘ધનવાદ્ય’ કહે છે.

1). કરતાલ

>> કરતાલ અતિપ્રાચીન ઘનવાદ્ય છે.

>> લાકડામાંથી બનાવાતાં આ લંબચોરસ વાદ્યમાં ચાર ખૂણે ખાંચામાં કાંસાની ગોળ ચાકરડીઓ લાગાડવામાં આવે છે.

>> નરસિંહ મહેતા શ્રીક્રુષ્ણ ભક્તિ કરતી વખતે કરતાલ વગાડતા હતા.

>> કરતાલ સાથે કીર્તન ગાયનમાં રાજકોટની સર્વોદય મંડળી ખૂબ જ પ્રખ્યાત છે.    

2). મંજીરા

>> ગુજરાતમાં મંજીરાનો ઉપયોગ ભજનમાં કરવામાં આવે છે.

>> વીરદાસ મંજીરાના ઉત્તમ કલાકાર હતા. જેઓ ગુજરાતનાં બિલખા ગામના વતની હતા.

3). ઘડો

>> ઘડાને માટીમાંથી બનાવવામાં આવે છે.

>> ઘડાનો ઉપયોગ સામન્ય રીતે લોક સંગીતમાં થાય છે.

>> કશ્મીરમાં ઘડાને ‘નુત’ કહેવામા આવે છે.

Read more

👉 ગુજરાતના લોક નૃત્યો
👉 ગુજરાતની ચિત્રકળા
👉 ગુજરાતના વર્લ્ડ હેરિટેજ સ્થળો
👉 ગુજરાતના સ્થાપત્યો

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment