Maharatna company List in Gujarati : અહીં ભારતની મહારત્ન કંપનીઓની માહિતી અને તેના નામ આપ્યા છે. આપેલ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.
Maharatna company List in Gujarati
>> સરકારી કંપનીઓને તેના કદ (ટનઓવર, નફો) ના આધારે મિનિરત્ન, નવરત્ન અને મહારત્ન તેઓ દરજ્જો આપવામાં આવે છે.
>> નવરત્ન અને મિનિરત્ન કંપનીની યોજના નવમી પંચવર્ષીય યોજના અંતર્ગત 1917માં શરૂ કરવામાં આવી છે.
>> જ્યારે મહારત્ન કંપની યોજનાની શરૂઆત 2009માં કરવામાં આવી છે.
>> સરકારી એકમોની કાર્યક્ષમતા વધારવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.
>> આ દરજ્જો પ્રાપ્ત સરકરી કંપનીઓને રોકાણ સંબધિત વિશેષ છૂટ આપવામાં આવે છે.
મહારત્ન કંપની
>> મહારત્ન કંપનીનો દરજ્જો પ્રાપ્ત કંપની રૂ. 5000 કરોડના નેટવર્થના 15% સુધીનું રોકાણ સરકારી મંજૂરી વિના કરી શકે છે.
>> ભારતમાં 2022ની સ્થિતિએ કુલ 10 મહારત્ન કંપની છે.
મહારત્ન કંપનીનો દરજ્જો પ્રાપ્ત કરવા માટેની શરતો
>> છેલ્લા 3 વર્ષ દરમિયાન સરેરાશ વાર્ષિક ટર્ન ઓવર રૂ. 25000 કરોડ, નેટવર્થ રૂ.15000 કરોડ અને કર બાદનો ચોખ્ખો નફો રૂ. 5000 કરોડ હોવો જોઈએ.
>> કંપનીની વૈશ્વિક સ્તરે ઉપસ્થિતિ હોવી જોઈએ.
Maharatna company List
કંપનીનું નામ | સ્થાપના | મુખ્યાલય |
---|---|---|
તેલ અને પ્રાકૃતિક ગેસ કંપની (ONGC) | 1956 | દહેરાદૂન |
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) | 1958 | દિલ્હી |
સ્ટીલ ઓથોરીટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL) | 1973 | દિલ્હી |
રાષ્ટ્રીય થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NTPC) | 1975 | દિલ્હી |
કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) | 1975 | કોલકત્તા |
ગેસ ઓથોરીટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (GAIL) | 1984 | દિલ્હી |
ભારત હેવી ઈલેકટ્રિક્લ્સ લિમિટેડ (BHEL) | 1964 | દિલ્હી |
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) | 1976 | દિલ્હી |
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) | 1974 | મુંબઈ |
પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ | 1989 | ગુરુગ્રામ (હરિયાણા) |
Read more
👉 ભારતના મુખ્ય ખનીજ ઉત્પાદક રાજ્યો |
👉 ભારતની મુખ્ય સંસ્થાઓ |
👉 ભારતના પ્રમુખ શહેરોના ઉપનામ |
👉 ભારતમાં આવેલ મુખ્ય હવાઈ મથક |