Join our WhatsApp group : click here

આખ્યાન શિરોમણી પ્રેમાનંદ | Premanand in Gujarati

Premanand in Gujarati : ગુજરાતી રંગભૂમિનો નાનકડો વ્યાસ થી ઓળખાતા સૌપ્રથમ વાર ગુજરાતી શબ્દ પ્રયોગ કરનાર પ્રેમાનંદ વિશે માહિતી અને તેની પ્રસિદ્ધ ક્રુતિ/પંક્તિ વિશે માહિતી આપવામાં આવી છે.

Premanand in Gujarati

સમયગાળો : ઇ.સ 1645 થી 1705

જન્મસ્થળ : વડોદરા

પિતા : ક્રુષ્ણરામ ભટ્ટ

પુત્ર : વલ્લભ ભટ્ટ

ગુરુ : રામચરણ હરિહર

શિષ્ય : સુંદર મેવાડો, રતનેશ્વર અને વીરજી

પ્રખ્યાત રચના : આખ્યાન

પ્રસિદ્ધ આખ્યાન : નળાખ્યાન (જેનો મુખ્ય રસ કરૂણ છે)  

પ્રેમનંદના ઉપનામ

1). આખ્યાન શિરોમણી,

2). મહાકવિ,

3). માણભટ્ટ,

4).ગાગરીયા ભટ્ટ,

5). ગુજરાતી રંગભૂમિનો નાનકડો વ્યાસ

>> 1916માં વડોદરા સાહિત્ય સભાની સ્થાપના થઈ જેને 1944માં પ્રેમાનંદ સાહિત્ય સભા નામ આપવામાં આવ્યું છે.

>> “જ્યા સુધી ગુજરાતી ભાષાનો બીજી ભાષાઓના કરતાં વિશેષ ઉત્કર્ષ થાય નહીં ત્યાં સુધી પાઘટી પહેરીશ નહીં” પ્રેમાનંદની આ પ્રતિજ્ઞા જાણીતી છે.

>> પ્રેમાનંદે આખ્યાનને આખ્યાનને વ્યવસાય તરીકે સ્વીકારેલું તેથી તેઓ માણભટ્ટ તરીકે જાણીતા થયા, માણ એટલે ધાતુનો મોટો ઘડો-જેના પર દસેય આંગળિયોમાં વેઢ પહેરીને તે વેઢની મદદથી સંગીત ઉત્પન કરવામાં આવતું હતું.

>> પ્રેમાનંદે કડવાને વ્યવસ્થિત ગોઠવવાનું કાર્ય કર્યું અને તેમણે કડવાના ત્રણ ભાગ પાડ્યા : (1) મુખબંધ અથવા મોઢિયું (2) રાગ અથવા ઢાળ (3) વલણ અથવા ઊથલો   

>> સૌપ્રથમ ગુજરાતી શબ્દની ભેટ આપનાર સાહિત્યકાર પ્રેમાનંદ છે.

>> ગુજરાતી સાહિત્યક્ષેત્રે પ્રેમાનંદ અને શામળની સ્પર્ધા જાણીતી છે.

>> વડોદરાના મહામદવાડીમાં ‘પ્રેમાનંદ કવિતા ઘર’ અને કૂવો આવેલા છે. એ પોળનું નામ પણ પ્રેમાનંદ પોળ રાખ્યું છે.

>> પ્રેમાનંદની “ઓખાહરણ” ક્રુતિ દર ચૈત્ર મહિનામાં ગવાય છે.

>> પ્રેમાનંદની “સુદામાચરિત્ર” ક્રુતિ દર શનિવારે ગવાય છે.

>> પ્રેમાનંદ રચિત કુંવરબાઈનું મામેરું “સીમંત પ્રસંગે” ગવાય છે.

>> પ્રેમાનંદ દ્વારા રચિત “હૂંડી” દર રવિવારે ગવાય છે.

>> પ્રેમાનંદની અપૂર્ણ ક્રુતિ “દશમસ્કંધ” ચોમાસામા ગવાય છે.  

>> પ્રેમાનંદની અંતિમ અપૂર્ણ ક્રુતિ “દશમસ્કંધ” છે. જેને પૂર્ણ તેના શિષ્ય સુંદર મેવાડાએ કરી છે.

મહાનુભાવોના મતે પ્રેમાનંદ

ન્હાનાલાલ : પ્રેમાનંદ એ ગુજરાતના પ્રાચીન અને મધ્યકાલીન સર્વ કવિઓમાં સૌથી વધુ શ્રેષ્ઠ ગુજરાતી કવિ છે.

બ. ક. ઠાકોર : ગુજરાતી હિન્દુ સમાજ અમુક સૌકાઓ દરમ્યાન તળાવ હતું અને પ્રેમાનંદે તે તળાવનું પાકેલું સૌથી સુંદર માછલું હતું.

નવલરામ પંડ્યા : પ્રેમાનંદના રસના પેગડામાં પગ ઘાલી શકે તેવો કોઈ થયો નથી.

કનૈયાલાલ મુનશી : પ્રેમાનંદ ગુજરાતી રંગભૂમિનો નાનકડો વ્યાસ છે.

પ્રેમાનંદનું પ્રસિદ્ધ સાહિત્યસર્જન

1). ઓખાહરણ,

2). નળાખ્યાન,

3). ચંદ્રહાસ આખ્યાન,

4). દસમસ્કંધ,

5). અભિમાન્યું આખ્યાન,

6). સુદામાચરિત્ર,

7). હૂંડી,

8). કુવરબાઈનું માંમેરું,

9). ભ્રમણ ગીતા,

10). સુભદ્રાહરણ,

11). દાણલીલા,

12). મદાલસા આખ્યાન,

13). વામન કથા,

14). વિવેક વણઝારો,

15). રણયજ્ઞ,

16). લક્ષ્મણ હરણ,

17). ભ્રમણ પચ્ચીસી,

18). શામળશાહનો વિવાહ

પ્રેમાનંદની જાણીતી પંક્તિઓ

1). સુખ દુ:ખ મનમાં ન અણીએ

2). દૂર થકી દીઠી દીકરી, મ્હેને સમર્યા શ્રીનરહરિ

3). તને સાંભરે રે, મને કેમ વિસરે

4). મારો બાળસ્નેહી સુદામો રે, હું સુખિયાનો વિસામો રે…

5). ગોળ વિના મોળો કંસાર, માતા વિના સુનો સંસાર

6). મારૂ માણેકડું રિસાયું રે શામળીયા

7). પછી શામળિયોજી બોલ્યા, તને સાંભરે રે…

વધુ વાંચો

👉 ગુજરાતી સાહિત્યની મોક ટેસ્ટ
👉 ગોવર્ધનરામ ત્રિપાઠી
👉 દલપત રામ
👉 રમણભાઈ નીલકંઠ

Premanand in Gujarati : GPSC, Police, Talati, Bin-sachivalay, Clark

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!