Top 50 Gujarat History Question : અહીં આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે એવા ગુજરાતનાં ઇતિહાસના Top 50 પ્રશ્નો આપવામાં આવ્યા છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. દરરોજ જનરલ નોલેજ મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat સાથે.
ગુજરાતનાં ઇતિહાસના પ્રશ્નો
1). પાટણના સિલ્કના પટોળાં સાડીના વણાટનો ઉદ્દભવ કયા શાસકોના સમયમાં થયેલ હતો ? : સોલંકી
2). “ભગવદગોમંડળ” શબ્દકોશના સંપાદક કોણ હતા ? : ચંદુલાલ બહેચરદાસ પટેલ
3). કયા રાજવીએ સૌરાષ્ટ્રને ગુપ્ત સામ્રાજય સાથે જોડ્યુ હતું ? : ચંદ્રગુપ્ત બીજો
4). સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ? : પર્ણદત્ત
5). અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી ? : પાટણ
6). ગુજરાતનાં સુલતાન અહમદશાહે અમદાવાદને રાજધાની તરીકે કયા વર્ષમાં સ્થાપિત કરી ? : ઇ.સ 1411
7). હુણોના આક્રમણનો સૌથી પહેલો સામનો કોને કરવો પડેલ હતો ? : કુમારગુપ્ત પ્રથમ
8). કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શક સંવતની જગ્યાએ નવા સવંતની શરૂઆત કરી હતી ? : વિક્રમાદિત્ય છઠ્ઠો
9). ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઈને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા કયા આંદોલન દરમિયાન શહિદ થયા હતા ? : હિન્દ છોડો આંદોલન
10). ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ? : 18 મી ઓક્ટોબર, 1920
11). આરઝી હૂકુમત વિજયદિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે ? : 09 નવેમ્બર
12). ભાવનગર દરબાર સેવિંગ બેન્કની સ્થાપના કોણે કરી ? : ભાવસિંહજી બીજા
13). કઠિયાવાડના સંયુક્ત રાજયો (સૌરાષ્ટ્ર)……………રોજ અસ્તિત્વમાં આવ્યું ? : 15 ફેબ્રુઆરી, 1948
14). આરબ હુમલાખોરો દ્વારા ઇ.સ 725માં નાશ કરાયા બાદ ઇ.સ 815માં સોમનાથ મંદિરનું પુન: નિર્માણ કોણે કર્યું ? : નાગભટ્ટ-બીજા
15). ધોળાવીરાના ઉત્ખનકર્તા કોણ હતા ? : આર.આર. બિષ્ટ
16). ઇ.સ 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી ? : 168
17). ગુજરાતની પૂર્વ-મધ્યકાલીન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ……………એ નાખ્યો હતો. : ચાવડાઓ
18). આદિજાતિના લોકો માટે સૌપ્રથમ આદિવાસી શબ્દ ……………..એ પ્રયોજ્યો હતો. : ઠક્કરબાપા
19). મહાગુજરાત ચળવળ દરમિયાન, 2જી ઓક્ટોબર, 1956 ના રોજ અમદાવાદ ખાતે ઇંદુલાલ યાજ્ઞિક દ્વારા…………….વિરુદ્ધ પ્રતિરેલી યોજાય હતી. : પંડિત જવાહરલાલ નહેરુ
20). 1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ કયા થયું હતું ? : ડભોઈ
21). ગુજરાતમાં સામાજિક સુધારણા જંગની શરૂઆત …………………….થી થયેલ ગણાય છે . : દુર્ગારામ મહેતાજી
22). કયા મુગલ રાજવીએ ગુજરાતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી ? : હુમાયું
23). ઇ.સ 1802 માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજયમાં જોડવાની સંધિ કોણે કરી હતી ? : દામાજી ગાયકવાડ
24). કયા યુગ દરમિયાન ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા ? : અનુમૈત્રક યુગ
25). કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ બે વખત સુરતમાં લૂંટ ચલાવી હતી ? : ઔરંગઝેબ
26). ઇ.સ 1407માં બીજપૂરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી ? : મુઝફ્ફરશાહ પહેલો
27). ગુજરાતના કયા સુલતાન આધ્યાત્મિક સલાહકાર તરીકે સરખેજના શેખ અહમદ ખટ્ટુ હતા ? : અહમદશાહ પહેલો
28). ઇ.સ 1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌ પ્રથમ વખત બે ગુજરાતી મહિલાઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ? : વિદ્યાબહેન નીલકંઠ અને શારદાબહેન મહેતા
30). ખીલજી સુલતાનના લશ્કરે ઇ.સ 1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડના શાસક કોણ હતા ? : કર્ણદેવ વાઘેલા
31). “સાબરમતી આશ્રમ” નું મૂળ નામ શું હતું ? : સત્યાગ્રહ આશ્રમ
32). અમદાવાદને ફરતે 12 દરવાજા ધરાવતી દીવાલ કોણે બનાવી હતી ? : મહમદ બેગડો
33). ગુજરાતમાં ગ્રંથાલય પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? : મોતીભાઈ અમિન
34). કાઠીયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ? : મોરબીના વાઘજી બીજા
35). એ નગરશેઠ કે જેમણે ઇ.સ 1725માં આમદવાદ શહેરને મરાઠાઓ દ્વારા લુટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી. : શેઠ ખુશાલદાસ
36). પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા “ખાન બહાદુર મેડલ” દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો ? : શેઠ નવરોજી પેસ્તનજી વકીલ
37). ગુપ્તવંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું ? : ચંદ્રગુપ્ત બીજા
38). ગુજરતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજયમાં મનાઈ ફરમાવી હતી ? : કુમારપાળ
39). પાંચમી સદીમાં વલ્લભી રાજયની સ્થાપના કોણે કરી હતી ? : સેનાપતિ ભટ્ટાર્ક
40). ડચ લોકોએ સુરતમાં પોતાની કોઠી ક્યારે સ્થાપી હતી ? : 1617માં
41). 1860માં ‘તત્વશોધક સભા’ કોણે સ્થાપી હતી ? : નર્મદ
42). ‘જુનાગઢના દીવાન સાહેબ હરિદાસ વિહારીદાસ દેસાઇ એ સાંસ્થાનિક ભારતના ગ્લેડસ્ટેન છે’ . – આ વિધાન કોનું છે ? : સ્વામી વિવેકાનંદ
43). સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું ? : સિદ્ધરાજ જયસિંહ
44). ગુજરાતના કયા રાજવી દરમિયાન મોહમંદ ગઝનવીએ સોમનાથ પર ચડાઈ કરી હતી ? : ભીમદેવ પ્રથમ
45). ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજય હિન્દુ અથવા બુદ્ધિસ્ટ રાજય તરીકે વિકસિત થયું હતું. ગુપ્ત પછી કયા વંશના રાજવીઓએ 6 થી 8 મી સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું ? : મૈત્રક વંશ
46). ઇ.સ 1400ના અરસામાં સલ્તનતકાળ દરમિયાન કયા રજવાડાના રાજ કવિ શ્રીધર દ્વારા “રણમલ છંદ” નામની ક્રુતિ રચવામાં આવેલ ? : ઇડર
47). અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી ? : ગૌતમ સારાભાઈ
48). જુનાગઢની “આરઝી હૂકુમત” ના વડા પ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું ? : શામળદાસ ગાંધી
49). જુનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું ? : સોલંકી
50). અંગ્રેજોએ ગુજરાતમાં સીધું શાસન કરેલ હોય તેવું કયું રાજય હતું ? : બ્રોચ (ભરુચ)
આ પણ વાંચો