Narsinh mehta in gujarati : અહીં નરસિંહ મહેતાનો પરિચય આપવામાં આવ્યો છે. જેમાં નરસિંહ મહેતાનું જીવન, તેનું સાહિત્યસર્જન, પ્રસિદ્ધ પંક્તિઓ, નરસિંહ મહેતા પુરસ્કાર, નરસિંહ મહેતા યુનિવર્સિટી અને તેની પપૌત્રી તાના-રીરી સંબધિત જાણકારી આપવામાં આવી છે.
Table of Contents
Narsinh Mehta in Gujarati
સમયગાળો : | ઇ.સ 1414 થી 1480 |
જન્મસ્થળ : | તળાજા (ભાવનગર) |
પિતા : | ક્રુષ્ણદાસ |
માતા : | દયા કુંવર |
પત્ની : | માણેકબાઈ |
પુત્ર : | શામળ |
પુત્રી : | કુંવર બાઈ |
જ્ઞાતિ : | નાગર બ્રાહ્મણ |
નરસિંહ મહેતાનું વખણાતું સાહિત્ય : | પ્રભાતિયા, વૈષ્ણવજન પદ, ઝૂલણાછંદનો પ્રયોગ |
નરસિંહ મહેતાના ઉપનામ
1). નરસૈયો
2). ભક્ત હરિનો
3). આદિકાવી
4). પ્રથમ મહાકવિ
નરસિંહ મહેતાનું જીવન
> નરસિંહ મહેતાએ મધ્યકાલીન સાહિત્યનો સાહિત્યિક દ્રષ્ટિએ પ્રથમ કવિ ગણાય છે.
> નરસિંહ મહેતાની જન્મ ભૂમિ તળાજા (ભાવનગર જિલ્લો) હતી. નરસિંહ મહેતાએ તેની કર્મ ભૂમિ જુનાગઢને બનાવી હતી.
> નરસિંહ મહેતાના લગ્ન સોળ વર્ષની ઉંમરે માણેકબાઈ સાથે થયા હતા.
> જુનાગઢમાં આવેલું તેમનું નિવાસસ્થાન ‘નરસિંહ મહેતાનો ચોરો’ તરીકે ઓળખાય છે.
> નરસિંહ મહેતા જૂનાગઢના રાજા રા’માંડલિકના સમકાલીન હતા.
> ભાવનગર ખાતે આવેલ ગોપનાથ મહાદેવના મંદિરમાં તેમને ક્રુષ્ણલીલાના દર્શન થયા છે.
> નરસિંહ મહેતા દામોદર કુંડમાં સ્નાન કરવા જતાં ત્યારે ‘રામગ્રી રાગ’ અને પાછા ફરતા ત્યારે ‘પ્રભાતિયા’ ગાતા હતા.
> નરસિંહ મહેતાના પ્રભાતિયા ઝૂલણા છંદમાં લખાયેલા છે.
> તેઓ ઝૂલણા છંદ (37 માત્રા) અને મલ્હાર રાગ ગાવામાં જાણીતા છે.
ઝૂલણા છંદ જેવો જ છંદ મરાઠી ભાષામાં અભંગ છંદ મળે છે.
> નરસિંહ મહેતાનો પ્રિય રાગ કેદાર રાગ છે.
> નરસિંહ મહેતાની ક્રુતિ ‘સુદામા ચરિત્ર’ માં આખ્યાનના બીજ જોવા મળે છે.
> નરસિંહ મહેતા ઉપર કવિ જયદેવની ક્રુતિ ‘ગીત ગોવિંદ’ નો વિશેષ પ્રભાવ પડયો છે.
> પ્રભાતિયા, પદ, ભજન, વૈષ્ણવજન પદ તેમનું લોકપ્રિય સાહિત્ય સર્જન છે.
> તેમનું “આજની ઘડી રળીયામણી” ભક્તિગીતમાં કેદારો રાગ ખૂબ જાણીતો છે.
> નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાઈને વરસાદ વરસાવ્યો હતો એવું માનવામાં આવે છે.
> વૈષ્ણવજન તો તેને રે કહીયે….. નરસિંહ મહેતાનું પ્રથમ ભજન હતું. જે તેને દ્વારિકાની યાત્રાએ જતી વખતે ગાયુ હતું.
> નરસિંહ મહેતાનું ભજન વૈષ્ણવજન તો તેને રે કહીયે….., ગાંધીજીનું પ્રિય ભજન હતું.
> ગુજરાતનાં ઉદ્ઘાટન સમયે વૈષ્ણવવજન તો તેને રે કહીયે….., ભજન મયુરીબહેન ખરે ગાયું હતું.
> તેમના પરથી ગુજરાતની સૌપ્રથમ રંગીન ફિલ્મ ‘નરસિંહ મહેતા (1932)’ રજૂ થઈ હતી.
> કવિ કલાપીએ નરસિંહ મહેતા અને મીરાંને ‘ખરા ઈલ્મી ખરાં શુરાં’ કહ્યા છે.
> ગુજરાત સરકારે નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની યાદમાં ‘કુંવરબાઈનું મામેરું’ નામની યોજના શરૂ કરી છે. જેમાં લગ્ન સમયે દીકરીના પિતાને 12000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જે એક પરિવારની વધુમાં વધુ બે દીકરીઓને મળે છે.
> મણીલાલ ઈચ્છારામ દેસાઇએ નરસિંહ મહેતાની જૂનામાં જૂની હસ્તપ્રતોનો સંગ્રહ કરી ‘નરસિંહ મહેતા કૃત કાવ્ય સંગ્રહ’ના નામથી પ્રકાશિત કર્યું હતું.
> આ નરસિંહ મહેતાની જૂની હસ્તપ્રતો વર્તમાનમાં ગુજરાત વિદ્યાસભામાં રાખેલ છે.
નરસિંહ મહેતા વિશે કોણે શું કીધું
આદિ કવિ : | ઉમાશંકર જોશી |
નરસૈયો ભક્ત હરિનો : | કનૈયાલાલ માણેકલાલ મુનશી |

તાના રીરી
> શાસ્ત્રીય સંગીતની પ્રસિદ્ધ ગાયિકા બે બહેનો તાના અને રીરી નો જન્મ ગુજરાતના પ્રાચીન વડનગરમાં થયો હતો.
> લોકવાયકા મુજબ તાના-રીરી નરસિંહ મહેતાની પૌત્રી શર્મિષ્ઠાની દીકરીઓ હતી.
> એક માન્યતા મુજબ અકબરના દરબારી સંગીતકાર તાનસેને ‘દિપક રાગ’ ગાતા તેના શરીરમાં અતિશય દાહ ઉત્પન્ન થયો. તેમાંથી મુક્ત થવા માટે ‘મેઘ મલ્હાર’ રાગ ગાઈ શકે તેવા ગાયકની શોધમાં તાનસેન વડનગર પહોંચ્યો.
> અહીં તાના-રીરીએ ‘મેઘ મલ્હાર રાગ’ ગાઈને તાનસેનને દાહમાંથી મુક્ત કર્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા તાના-રીરીની યાદમાં વર્ષ 2003 થી દર વર્ષે વડનગરમાં સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
નરસિંહ મહેતા પુરસ્કાર
> આ પુરસ્કાર ગુજરાતી સાહિત્યના આદ્યકવિ નરસિંહ મહેતાની યાદમાં આપવામાં આવે છે.
> આ પુરસ્કાર ઇ.સ 1999 થી દર વર્ષે ‘નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ’ દ્વારા આપવામાં આવે છે.
> નરસિંહ મહેતા પુરસ્કાર વિજેતાને 1,50,000 ધનરાશિ અને નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા આપવામાં આવે છે.
> સૌપ્રથમ આ પુરસ્કાર રાજેન્દ્ર શાહ (ઇ.સ 1999) ને આપવામાં આવ્યો હતો.
નરસિંહ મહેતા યુનિવર્સિટી
> નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ ખાતે આવેલી છે.
> નરસિંહ મહેતાના 600 વર્ષ પૂર્ણ થવા નિમિતે ગુજરાત સરકાર દ્વારા જુનાગઢ ખાતે નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના કરી હતી.
> નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ જે. પી. મય્યાણી હતા.
નરસિંહમહેતાની જાણીતી ક્રુતિઓ
1). શામળશાનો વિવાહ
2). ભક્તિ પદો
3). ગોવિંદગમન
4). કુંવરબાઈનું મામેરું
5). સારીતાચરિત્ર
6). હૂંડી
7). દાણલીલા
8). રાસસહસ્ત્રપદી
9). ઝારીના પદ
10). ચાતુરીઓ
11). જીવન ઝરમર
12). શ્રાદ્ધ
13). આત્મકથાનક
14). શૃંગારમાળા
15). હિંડોળો
16). વસંતવિલાસ
17). ભક્તિપદારથ (કાવ્ય)
નરસિંહ મહેતાની જાણીતી પંક્તિ
👉 વૈષ્ણવવજન તો તેને રે કહીયે….., |
👉 ઊંચી મેડી તે મારા સંત ની… |
👉 પ્રેમરસ પાનેતું, મોરના પિચ્છધર તત્વનું ટુપણું તુચ્છ લાગે… |
👉 હળવે હળવે હળવે હરિજી મારે મંદિરેયે આવ્યા રે… |
👉 સખી આજની ઘડી તે રડીયામણી રે લોલ… |
👉 જળકમળ છોડી જાને બાળા… |
👉 અખિલ બ્રહ્માડમાં એક તુ જ શ્રી હરિ…. |
👉 એવા રે અમો એવા રે, તમે કહો છો તો વળી તેવા રે, |
👉 નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે… |
👉 ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહી રે …. |
👉 શામળિયો તે ઉરનું ભુષણ હદયા ભીડી રાખું રે… |
👉 સુખ દૂ:ખ મનમાં ન આણી એ… |
અન્ય સાહિત્યકાર વિશે વાંચો
Narsinh mehta in gujarati : આ જાણકારી તમને ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો અને કમેંટ કરી તમે તમારો અભિપ્રાય પણ જણાવી શકો છો.